ચિંતા@કડી: ગતવર્ષની સરખામણીએ APMCમાં કપાસનો ભાવ ઓછો, ખેડુતોમાં નારાજગી

 
Kadi APMC

અટલ સમાચાર, ડેસ્ક

કડીના APMCમાં આ વર્ષે કપાસનો ઓછો ભાવ નોંધાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષનો ઓછો ભાવ નોંધાયો છે. વિગતો મુજબ ગત વર્ષની સરખામણીએ કપાસના મણના 50 થી 100 રૂપિયા ઓછા બોલાઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. તો આ તરફ APMCમાં અંદાજીત રોજની 500 મણની એટલે કે 10 થી 12 ગાડીઓની આવક થઈ રહી છે.

મહેસાણા જિલ્લાની કડી APMCમાં રોજની અંદાજીત 500 મણની આવક છે. આ સિઝનમાં કપાસનો ભાવ 1650 થી 1710 ચાલી રહ્યો છે.તો સાથે આગામી દિવસોમાં આવક વધવાની આશા પણ સેવાઈ રહી છે. તો બીજી તરફ કડી APMCના ચેરમેનનું કહેવુ છે કે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષ કપાસની આવક વધી છે અને આગામી ત્રણ થી ચાર મહિના સુધી કપાસની આવક થવાની શક્યતા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર, પંજાબમાં કપાસના ભાવમાં ઘટાડો થયો હતો હવે તેના કારણે ભાવમાં બમ્પર ઉછાળો આવી શકે છે. ગુજરાતમાં ખરીફ સિઝનમાં સૌથી મોટો વાવેતર થતો પાક એ કપાસ છે. કપાસના ભાવમાં હમેંશા ફ્રેબુઆરી બાદ વધારો થાય છે. ગયા વર્ષે માર્ચ-એપ્રિલમાં કપાસના ભાવમાં વધારો નોંધાયો હતો. પરંતુ કપાસના ભાવમાં કોઈ વધારો ન થતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.