દુર્ઘટના@દાહોદ: કન્ટેનરે બાઈકને ટક્કર મારતા દંપત્તિનું ઘટના સ્થળે મોત, એક ઇજાગ્રસ્ત
Nov 12, 2023, 13:56 IST

અટલ સમાચાર, ડેસ્ક
દાહોદમાં ઢઢેલા ગામે હાઈવે પર મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં દંપત્તિનું ઘટના સ્થળે મોત થયું છે, જયારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. દાહોદમાં ઢઢેલા ગામે હાઈવે પર કન્ટેનરે બાઈકને પાછળથી ટક્કર મારતા બાઈક પર સવાર દંપત્તિનું મોત થયું છે, સાથે જ અન્ય એક ઈજાગ્રસ્ત થયો છે.

આ તરફ ઘટના બાદ કન્ટેનર ચાલક કન્ટેનર લઈને ફરાર થઇ ગયો છે. ઘટનાની જાત થતા પોલીસ તેમજ હાઇવે અથોરોટીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતક દંપત્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયા છે, જયારે ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.