અપડેટ@સુરત: પત્રિકા અને પેન ડ્રાઈવ કાંડમાં હવે ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં, તપાસ કેટલે પહોંચી ?
અટલ સમાચાર, ડેસ્ક
સુરતમાં પત્રિકા કાંડમાં નવો વળાંક સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સુમુલ ડેરીના ઉપપ્રમુખ રાજુ પાઠકની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરાયા બાદ સમગ્ર સુરતમાં ચર્ચાએ જોર પકડ્યું છે. પત્રિકા કાંડમાં ત્રણ આરોપીઓ ઉપર સખત કાર્યવાહી કર્યા બાદ વધુ એક આગેવાનને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવતા તર્કવિતર્ક સર્જાયી છે. મોડી રાતે અને આજે સવારે ફરી રાજુ પાઠકને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ બોલાવવામાં આવતા મોટા અગ્રણીઓના જીવ અધ્ધર થયા છે.
સોશિયલ મીડિયામાં ખોટા આક્ષેપ સાથેની પત્રિકા ફરતી થઈ હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ ધારાસભ્યો સહિતના આગેવાનોને બદનામ કરવા તેમના વિરુદ્ધ ખોટા આક્ષેપ સાથેની પત્રિકા પેનડ્રાઇવ મારફત પાર્ટીના સાંસદ તથા આગેવાનોને મોકલવામાં આવી હતી. સમગ્ર ઘટનાએ સુરત સહિત પ્રદેશમાં પણ ચકચાર મચાવી છે. ચકચારી પ્રકરણમાં તરસાડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના આગેવાન રાકેશ સોલંકી સહિતના ત્રણ આરોપીઓની ધરપકડ બાદ તેમના ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સાથે જ આ પ્રકરણમાં નવું અને પ્રખ્યાત નામ સામે આવતા તમામ પદાધિકારીઓ દોડતા થયા છે..
પત્રિકાકાંડમાં ગઈ કાલે મોડે સુધી સુમુલ ડેરીના ઉપપ્રમુખ રાજુ પાઠકની ક્રાઇમ બ્રાન્ચે દ્વારા સતત પૂછપરછ કરવામાં આવી હતી અને આજે સવારે ફરી તેમને ક્રાઇબ્રાન્ચે બોલાવી તેમની નવેસરથી પૂછપરછ કરી હતી.ગુજરાત ભાજપના મોવડીઓ વિરૂદ્ધ ષડયંત્ર રચાયું હોવાનું સામે આવ્યું હતું, જે બાદ આ ષડયંત્ર ક્રાઇમ બ્રાન્ચે ખુલ્લું પાડી ભાજપના જ તરસાડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાકેશ સોલંકી, ખુમાન પટેલ અને દીપુ યાદવની ધરપકડ કરી હતી. આ ત્રણેયની ધરપકડ બાદ તેમની વિરુદ્ધ આઇ.ટી. એક્ટ અને બનાવટી દસ્તાવેજોની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. તમામને જેલભેગા કરી દેવાયા હતા.જો કે આ પ્રકરણ પૂરું થયાની વાતો વચ્ચે ગુરુવારે આ પ્રકરણમાં જાણે યુ ટન આવ્યો હોય તેમ નવેસર થી પોલીસે તપાસ શરૂ કરી
સુરત ભાજપ પત્રિકા કાંડ માંમલે રાજુ પાઠક ની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરાયા બાદ તેમણે નિવેદન આપ્યું હતું કે હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 4 કલાક પૂછપરછ કરાઈ છે,પરંતુ તપાસના અંતે હું મીડિયા સામે સાચી હકીકત મુકીશ હાલ હું તપાસમાં સહયોગ કરી રહ્યો છું. જો કે મહત્વ ની વાત એ છે કે સી આર પાટીલ ભાજપના સર્વોપરી છે, જેથી તપાસની અંદર સાચી હકીકતો બહાર આવશે ત્યારે જણાવીશ આમ કહી રાજુ પાઠક ક્રાઇમ બ્રાન્ચ ખાતેથી નીકળ્યા હતા.
સતત ચાર કલાક ની મેરેથોન પૂછપરછ બાદ સુમુલ ના ઉપપ્રમુખ રાજુ પાઠકની ધરપકડ કરાઇ ન હતી, મોડી રાત્રે અને સવારે બન્ને વખત ક્રાઇમ બ્રાન્ચે રાજુ પાઠકને મુક્ત કર્યા હતા. પોલીસે તેમને તો જવા દીધા હતા, પરંતુ રાજુ પાઠકની પૂછપરછ બાદ સમગ્ર શહેર માં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે નવો યુ ટર્ન કઈ દિશામાં જશે એ ચર્ચાનો વિષય બની ગયો છે.