કાર્યવાહી@સુરત:આંગડિયા પેઢી-જ્વેલર્સમાં લૂંટ કરે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીને દબોચ્યા

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં આંગડિયા પેઢી અને જ્વેલર્સ શોપમાં લૂંટ ચલાવે તે પહેલા જ બે આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા છે. આરોપી પાસેથી એક રિવોલ્વર, એક પિસ્તોલ તેમજ ત્રણ જીવતા કારતૂસ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં આંગડિયા પેઢી અને જ્વેલર્સ શોપમાં લૂંટને અંજામ આપે તે અગાઉ સુરત ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે. એટલું જ નહીં આરોપી મનીષ ઋષિદેવ શાસ્ત્રી દુબે, શુભમ કુમાર ઉર્ફે સોનુ સંજય કુમાર રવિદાસ પાસેથી એક રિવોલ્વર, એક પિસ્તોલ તેમજ ત્રણ જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. ક્રાઈન બ્રાન્ચે આરોપીની પૂછપરછમાં કરતાં સામે આવ્યું કે, સુરતના દોડ રોડ અને મહિધરપુરા વિસ્તારમાં લૂંટના ઈરાદે રેકી કરવામાં આવી હતી. જ્વેલર્સના શોરૂમ અને આંગડિયા પેઢીમાં લૂંટ કરવાનો પ્લાન ઘડ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ ઝડપાયેલા આરોપીઓ અડાજણમાં થયેલી રૂપિયા 8 લાખની રોકડ રકમની લૂંટના મુખ્ય આરોપીઓ છે. અડાજણ તમાકુના વેપારી પર જીવલેણ હુમલો કરી 8 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી. આ લૂંટની ઘટનામાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી 3.55 લાખની રોકડ પણ મળી આવી હતી.