કાર્યવાહી@અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચે એક કરોડથી વધુનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું

 
Ahemdabad Crime Branch

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ શહેરના બે વિસ્તારોમાંથી એક કરોડથી વધુનું એમડી ડ્રગ્સ મળ્યુ છે. હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કુલ આઠ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાંથી ત્રણથી ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હોય તેવી માહિતી પણ મળી રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા બુધવારે રાતે એક ઓપરેશન ચલાવીને શહેરના નારોલ અને એસજી હાઇવે પરથી એક કરોડ અને વીસ લાખનું એમડી ડ્રગ્સ કબ્જે કરી લેવામાં આવ્યુ છે. આ કેસમાં કુલ આઠ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાંથી ત્રણથી ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યુ હતુ અને તેને કોના સુધી પહોંચાડવાનું હતુ તે અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવશે. ઝડપાયેલા આરોપીઓની કડક પૂછપરછમાં આ આરોપીઓ સાથે અન્ય કેટલા લોકો ઝડપાયેલા છે તે પણ જાણવાનો પ્રયત્ન થશે. હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે વિવિધ ટીમો બનાવીને વધુ તપાસ હાથ ધરી છે.