ક્રાઇમ@હારીજ: મહિલાના ગળામાંથી સોનાના દોરાની લૂંટ કરી શખ્સો ફરાર

અટલ સમાચાર, હારીજ હારીજમાં જાહેર વિસ્તારમાં મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ થઇ હોવાનું સામે આવ્યુ છે. ગઇકાલે રાત્રે બેન્કની નોકરી પુરી કરી મહિલા ચાલતી ઘરે જતી હતી. આ દરમ્યાન બાઇક પર આવેલા બે અજાણ્યા ઇસમોએ મહિલાના ગળામાંથી એકતોલાની સોનાની ચેન ખેંચી પલાયન થઇ ગયા હતા. ઘટનાથી હેબતાઇ ગયેલી મહિલાએ પરિવારજનો અને પતિને જાણ કરી હતી.
 
ક્રાઇમ@હારીજ: મહિલાના ગળામાંથી સોનાના દોરાની લૂંટ કરી શખ્સો ફરાર

અટલ સમાચાર, હારીજ

હારીજમાં જાહેર વિસ્તારમાં મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ થઇ હોવાનું સામે આવ્યુ છે. ગઇકાલે રાત્રે બેન્કની નોકરી પુરી કરી મહિલા ચાલતી ઘરે જતી હતી. આ દરમ્યાન બાઇક પર આવેલા બે અજાણ્યા ઇસમોએ મહિલાના ગળામાંથી એકતોલાની સોનાની ચેન ખેંચી પલાયન થઇ ગયા હતા. ઘટનાથી હેબતાઇ ગયેલી મહિલાએ પરિવારજનો અને પતિને જાણ કરી હતી. આ પછી રાત્રે હારીજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના હારીજ શહેરમાં ચોરતત્વો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. હારીજમાં રહેતા રચીતાબેન કપીલભાઇ ઠક્કર ખાનગી બેંકમાં નોકરી કરે છે. ગત રાત્રે નોકરી કરી તે ગુંદીવાળા ખાંચા પાસેથી પસાર થતાં હતા. આ દરમ્યાન ક્રિમ કલરનું જેકેટ પહેરી પલ્સર બાઇક ઉપર બે અજાણ્યા ઇસમો આવ્યા હતા. બાઇક મહિલા પાસે ઉભુ રાખી પાછળ બેઠેલા ઇસમે ગળામાંથી સોનાનો દોરો ખેંચી પલાયન થઇ જતાં ચકચાર મચી જવા પામી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, હારીજ શહેરમાં સીસીટીવી શોભાના ગાંઠીયા સમાન બન્યા છે. ગઇકાલે બનેલા બનાવને લઇ મહિલાએ પરિવારજનો અને પતિને જાણ કરી હતી. જોકે રાત્રે પરિવારજનો સાથે આવી મહિલાએ અજાણ્યા ઇસમો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. હારીજ પોલીસે આઇપીસી કલમ 379A(3) અને 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.