કાર્યવાહી@સુરેન્દ્રનગર: ગામમાં SOGએ પાડ્યો દરોડો, ગાંજાનું વાવેતર ઝડપાયું

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યના યુવાનોને નશામાં ધકેલવાના ષડયંત્રનો ફરી એક વખત પર્દાફાશ થયો છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના રેશમિયા ગામમાંથી નશીલા પદાર્થનું ખેતર ઝડપાયું છે. રેશમિયા ગામની સીમમાંથી પ્રતિબંધિત ગાંજાનનું વાવેતર એસ.ઓ.જીએ ઝડપી પાડ્યું છે.

આ વાવેતર કરનાર સુરેશ વાલજી માલકિયા નામના ખેડૂતની અટકાયત પણ કરવામાં આવી છે. સાથા સાથે અંદાજીત એકલાખથી વધુનો ગાંજે પોલીસે કબ્જે કર્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે યોટીવા તાલુકાના રેશમીયા ગામની સીમમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કર્યું છે.

 

પ્રતિબંધિત લીલા ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેનું વજન અંદાજીત 11 કિલો 130 ગ્રામ અને કિંમત 1,11,300 રૂપિયા આંકવામાં આવી છે. તો બીજી તરફ છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર વેચાણ કરીને રૂપિયા કમાનાર તત્વો પર વધુ સખ્તાઈ ક્યારે થશે તે હવે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું.