દાહોદઃ એક્ટિવા લઈ ટ્યુશને જતા સગીરને ટ્રકે કચડી નાંખતા કમકમાટી મોત, પરિવારમાં શોક
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

શહેરના ચાકલીયા અન્ડર બ્રિજમાં  રાત્રે ઘટના બની હતી. ટ્રકે એક્ટિવા ચાલકને  ટક્કર મારી અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. ઘરેથી ટ્યૂશન જવા નીકળેલ દેલસર ગામના 16 વર્ષયી છોકરાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું

ગઈ રાત્રે બની હિટ એન્ડ રન ની ઘટના બની હતી. શહેરના ચાકલીયા અન્ડર બ્રિજમાં  રાત્રે ઘટના બની હતી. ટ્રકે એક્ટિવા ચાલકને  ટક્કર મારી અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. ઘરેથી ટ્યૂશન જવા નીકળેલ દેલસર ગામના 16 વર્ષયી છોકરાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. 108 પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો હતો. અકસ્માતથી વિસ્તારમાં ગમગમી પ્રસરી ગઈ હતી. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

બીજા બનાવમાં અમરોલી કાંસાનગર વિસ્તારમાં યુવકની હત્યાને મામલે ચોંકાવનારી વિગતો સામે આવે છે. અજય રાઠોડ નામના યુવક ની હત્યા કરવામાં આવી હતી. અમરોલી પોલીસે 7 આરોપીની ધરપકડ કરી છે. તલવાર અને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. છોકરીની છેડતી બાબતે ચાલતા ઝગડા છોડવવા પડેલા યુવકની જ હત્યા કરી નાંખી હતી. અમરોલી પોલીસ ગણતરીના દિવસોમાં હત્યારાઓને ઝડપી પાડવામા આવ્યા છે. યુવતીને છેડતી બાબતે હત્યા  કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.