વિજય@ઝાલોદ: માર્કેટયાર્ડમાં ભુરિયા જૂથનો દબદબો, ભાજપ સમર્થિત પેનલે 15 માંથી 13 બેઠકો જીતી
Zalod apmc
અટલ સમાચાર ડોટ કોમ, દાહોદ
ઝાલોદ માર્કેટયાર્ડની ચૂંટણીના પરિણામો આવી ગયા બાદ એક તરફ જીતનો જશ્ન તો બીજી તરફ હારનો સન્નાટો છવાઇ ગયો છે. 15 માંથી 13 બેઠકો ઉપર કબજો કરી લેતાં ભુરીયા જૂથનો દબદબો વધ્યો છે. દિગ્ગજ નેતાઓએ પોતપોતાની પેનલને જીતાડવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. જોકે ભાજપ સમર્થિત પેનલના આગેવાન એવા પૂર્વ ધારાસભ્ય મહેશભાઇ ભુરિયાએ ઝાલોદ એપીએમસીમાં જીત હાંસલ કરી લીધી છે. 
Zalod marketyard
દાહોદ જિલ્લાની અગ્રિમ હરોળમાં કહી શકાય તેવા ઝાલોદ ગંજબજારની ચૂંટણીમાં કુલ 487 મતદારોએ આખરે આગામી સુકાનીઓ નક્કી કરી લીધા છે. કુલ 30 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું ત્યારે 2 જૂથ પૈકી 1 જૂથનો જાણે સફાયો થઈ ગયો છે. ઝાલોદ એપીએમસી ચૂંટણીના પડઘા વિધાનસભા ચૂંટણીમાં અસરકારક બની શકે તેમ હોઈ બંને જૂથે જીત મેળવવા પૂરી તાકાત લગાવી હતી. ઝાલોદ એપીએમસી માર્કેટયાર્ડ ખાતે વિવિધ વિભાગોની 1લી સપ્ટેમ્બરે રોજ ચૂંટણી યોજાઈ હતી.‌ જેમાં ખેડૂત વિભાગ, વેપારી વિભાગ અને ખરીદ વેચાણ સંઘ વિભાગની ચૂંટણીમાં કુલ 15 સત્તાધિશો નક્કી કરવાના હતા. ખેડૂત વિભાગમાં 10 બેઠક માટે 20 ફોર્મ ભરાયા છે. વેપારી વર્ગમાં 4 બેઠક માટે 8 ફોર્મ ભરાયા છે જ્યારે ખરીદ વેચાણ સંઘની 1 બેઠક માટે 2 ફોર્મ ભરાયા હતા.
Zalod Ganjbazar
સૂત્રોએ જણાવ્યું હતું કે, વિજેતાઓના લિસ્ટમાં મહેશભાઈ ભૂરિયાની પેનલ જંગી બહુમતીથી જીતી હોવાનું જાહેર થતાં સમર્થકો દ્વારા મિઠાઈઓ વહેંચી ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં મહેશભાઈ ભૂરિયાના સમર્થકો એ.પી.એમ.સી ખાતે પહોંચી વિજેતા ઉમેદવારોને અભિનંદન આપતાં જોવા મળ્યા હતા. આ સાથે સમર્થકોએ અબીલ ગુલાલ ઉછાળી ડીજે-ઢોલ પર નાચી ખુશી મનાવી હતી. ત્યારબાદ ઝાલોદ એ.પી.એમ.સી ખાતેથી વિજેતાઓ દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. ફતેપુરાથી દંડક રમેશભાઈ કટારા પણ વિજેતાઓને અભિનંદન આપવા માટે ઝાલોદ એ.પી.એમ.સી પહોંચી ગયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંત વાતાવરણમાં ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું.
આ રહી વિજેતાઓની યાદી
ખેડૂત વિભાગ
1 મહેશભાઈ ભુરિયા-208
2 કૃષ્ણરાજ ભુરિયા -193
3 જેસીંગભાઈ વસૈયા-186
4 સુનિલભાઈ હઠીલા-185
5 મનપ્રીતસિંહજી રાઠોડ-184
6 ભાનુભાઈ સુવર-184
7 વિજયભાઈ કોળી-180
8 જોરસીંગભાઈ માવી-173
9 નરેશકુમાર ભાભોર-171
10 અનિલભાઈ હઠીલા-168
વેપારી વિભાગ
1 હિતેન્દ્રભાઇ પટેલ -134
2 ગોપાલભાઈ અગ્રવાલ-113
3 પંકજભાઈ કણાઁવટ -109
4 મહેન્દ્રભાઈ શાહ - 97
ખરીદ વેચાણ વિભાગ
1 નારણભાઈ