વહીવટ@ઝાલોદ: માર્કેટયાર્ડના પ્લોટ વેચાણની ઉંડી તપાસ ઢાંકવા અધિકારીએ લખ્યું "તાલુકામાં વિકાસ નથી"

 
Image
તપાસ અધિકારીએ જાહેર પ્રસિદ્ધિ બરાબર લાગી ? શું નોટીસ બોર્ડ ઉપર કાગળિયું લટકાવી દો એટલે જાહેર પ્રસિદ્ધિ પૂર્ણ કહેવાય?

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

ઝાલોદ તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્લોટ ફાળવણીની તદ્દન તટસ્થ અને ખેડૂતોના હિતની તપાસ માટે આવેલી તકને સહકારી અધિકારીએ કેવીરીતે ઢાંકી તેનો વધુ એક સ્ફોટક ખુલાસો થયો છે. માર્કેટયાર્ડના સભ્યએ બોર્ડને કોઈ રજૂઆત, ફરિયાદ, વાંધો નથી આપ્યો તેવું જુઠ્ઠાણું વારંવાર લખ્યું પરંતુ બીજું એક વસ્તુ જેવી રીતે લખ્યું તે જાણી ચોંકી જશો. પ્લોટની જાહેર હરાજી નથી થઈ અને માર્કેટ વેલ્યુ નથી કાઢી તેની તપાસ કરવાને બદલે તપાસ કરનાર સહકારી અધિકારીએ લખ્યું કે, અપેક્ષિત વિકાસ થયો નથી એવું જણાવી ફુટના રૂ.350 બરાબર ગણાવી દીધા છે. આનો અર્થ શું એવો થાય કે, સહકારી અધિકારી રાઠોડ પાછલાં કેટલાય વર્ષોથી તાલુકામાં અપેક્ષિત વિકાસ નથી તેને સમર્થન આપે છે? તો પછી રાજ્ય કેન્દ્રની ભાજપા સરકારના તનતોડ વિકાસ કામોને તમે ભૂલી ગયા ? વાંચો ચોંકાવનારો રીપોર્ટ.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા માર્કેટયાર્ડના સત્તાધિશોએ કેટલાક સમય અગાઉ ઝાલોદ મુખ્ય યાર્ડ અને લીમડી સબ યાર્ડના અનેક પ્લોટ તબક્કામાં ફાળવણી/વેચાણ કરી દીધા. આ વેચાણ/ફાળવણી અત્યંત નજીવી રકમથી કરીને અને છુપા ઈરાદાથી જાહેર હરાજી ટાળીને એપીએમસીને થનાર કરોડોની આર્થિક આવક ગુમાવી હોવાની સનસનીખેજ ફરિયાદ છે. હવે આ સત્તાધિશોએ એપીએમસીને આર્થિક રીતે વધુ મજબૂત કરવા મોટાપ્રમાણમાં જાહેર હરાજીની પ્રસિદ્ધિ કરી નહોતી અને તબક્કામાં વેચાણ કરી જાણીજોઈને જાહેર હરાજીથી બચવા આખો ખેલ રચ્યો છતાં તપાસ અધિકારી શોધી શક્યા નથી. વાત આટલી નથી પરંતુ તપાસ અધિકારી એવા સહકારી અધિકારી રાઠોડ જણાવે છે કે, પ્લોટની માર્કેટ વેલ્યુ જૂની હતી પછી નવી માર્કેટ વેલ્યુ કેમ નથી કાઢી એનું કારણ તાલુકામાં અપેક્ષિત વિકાસ નથી. વાહ સાહેબ વાહ, તમે કેવીરીતે નક્કી કરી લીધું કે, તાલુકામાં પાછલાં કેટલાક વર્ષોમાં વિકાસ જ નથી. નીચેના ફકરામાં વાંચો નિયમ અને નિતિ શું કહે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોઈપણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એ હંમેશા મતદારો અને ખેડૂતોના હિતમાં એપીએમસી વધુ આર્થિક રીતે મજબૂત થાય તેના પ્રયાસ કરે છે. હવે અહિં ઝાલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સત્તાધિશોએ જો પ્લોટની જાહેર હરાજીના પ્રચાર માટે માત્ર યાર્ડના નોટીસ બોર્ડ ઉપર કાગળ લટકાવી પ્રસિદ્ધિ કરી નાખી. આ ઉપરાંત 10 ટકા કરતાં ઓછી હરાજી માટે તબક્કામાં ફાળવણી ગોઠવી દીધી. વાત આટલી નથી, જે કોઈ પ્લોટ હોય તેની માર્કેટ વેલ્યુ પણ કાઢવી જોઈએ તો આ કામ નહિ થયું તે માટે સહકારી અધિકારીએ તપાસમાં લખી દીધું કે, માર્કેટ વેલ્યુ એટલા માટે ના કાઢી, કેમ કે અગાઉથી જ તાલુકામાં અપેક્ષિત વિકાસ નથી એટલે માર્કેટ વેલ્યુ કાઢી નથી. હવે આ સહકારી અધિકારીને કેન્દ્ર રાજ્ય સરકારના અથાગ પ્રયત્નો થકી થયેલો વિકાસ દેખાતો નથી ????