ચકચાર@ઝાલોદ: વફાદાર મંડળીમાં નાણાંકીય બેવફાઇ, નોટીસ, ખુલાસા અને રિકવરી, ભેગા મળીને કરી નાખ્યું

 
File image
મંડળીના સભ્યો જાગૃત, હોશિયાર, ઉચ્ચ ભણેલા ગણેલા છતાં સત્તાધીશોએ નાણાંકીય બેદરકારી કરી

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

ઝાલોદ તાલુકાની સહકારી મંડળીમાં બહુ પહેલાંથી ઉઠેલા સવાલો, નાણાંકીય શંકાઓ અને ગંભીર ગેરરીતિઓના આક્ષેપો હવે નવી દિશાએ પહોંચ્યાં છે. તમે માની શકો? અતિ શિક્ષિત સભ્યોવાળી અને વફાદાર સહકારી મંડળીમાં ખુદ સત્તાધિશોએ નાણાંકીય બેવફાઇ કરી હોવાનું સામે આવતાં ચકચાર મચી ગઇ છે. જિલ્લા રજીસ્ટ્રારે પ્રાથમિક તબક્કે નોંધ્યું કે, વહીવટી અને નાણાંકીય બાબતે તપાસ જરૂરી હોઈ સત્તાધિશો ખુલાસો આપે. આ તરફ નોટિસને પગલે અચાનક સત્તાધીશો પણ બદલાયા અને પછી શરૂ થઈ રિકવરીની માયાજાળ. કૌભાંડોથી ભરેલી અને શિક્ષિત એવા જાગૃત સભ્યોને જ નુકશાન આપતી આ મંડળી નાનીસૂની નથી. કાર્યવાહીથી બચવા દોડધામ થઇ પરંતુ રજીસ્ટ્રારની નોટિસ પછી મંડળી વિરુદ્ધ શું થયું તેનો જવાબ અનેક સભાસદો પણ નથી. જાણીએ મંડળીના વહીવટીનુ આ ટ્રેલર પછી આખું ચિત્ર જાણીશું.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં હોશિયાર, ભણેલા ગણેલા, નોકરિયાત અને જાગૃત સભ્યો ધરાવતી એક મોટી સહકારી મંડળીના વહીવટની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. કેટલાક મહિના અગાઉ ખુદ કેટલાક સભ્યોએ કરેલા આક્ષેપ આખરે સોલિડ બનતા ગયા છે તે રજીસ્ટ્રારના પત્ર આધારે સામે આવ્યું છે. આમ તો કેટલાક સભ્યો ખુલમખુલા લખે છે, બોલે છે, અરજી આપે છે કે, મંડળીના આગેવાનોએ, સત્તાધિશોએ નાણાંકીય અનિયમિતતા આચરી સભાસદોના હિતોની હત્યા કરી છે. જોકે આવી બાબતોને ઉડાવી દેતાં અને સંઘના કહેવાતાં આગેવાનના વહીવટનો ફુગ્ગો ઉડી ગયો છે. જિલ્લા રજીસ્ટ્રારે સમગ્ર મામલે મંડળીના સભાસદોને રીતસર- મુદ્દાસર નોટિસ ફટકારી, નાણાંકીય પારદર્શકતા ના હોવાનું જણાવતી અને પ્રાથમિક દ્રષ્ટિએ ઘનિષ્ઠ તપાસ જરૂરી હોવાની નોટિસ ફટકારી છે. આટલુ જ નહિ, સમયમર્યાદામાં લેખિત કે મૌખિક જવાબ મંડળીના આગેવાનો નહિ આપે તો નિયમાનુસાર નિર્ણય થવાનું પણ સંભળાવી દીધું છે. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ મંડળી કંઈ નાની નથી, નાણાંકીય અનિયમિતતાનો આંકડો પણ નાનો નથી, વહીવટમાં પારદર્શકતા કેટલા હદે નથી, સવાલો કેટલા બધા છે તે તમામ બાબતો ચોંકાવનારી અને સભાસદો માટે પગ તળે જમીન સરકી જવા સમાન છે. આ તમામ બાબતો વચ્ચે ચેરમેન તો બદલાઇ ગયા અને નવા ચેરમેન આવી ગયા છતાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે નોટિસની આગ શાંત પડી નથી. વહીવટમા મંડળીના સર્વેસર્વા ગણાતાં હોય તેવાએ તાત્કાલિક અસરથી રિકવરી આદરી હોવાની વાત આવી પરંતુ શું સંખ્યાબંધ સભાસદોને કથિત નુકસાન થયાની અથવા થશે તેનું શું??