પુરાવા@સીંગવડ: 15 ગામમાં બોગસ કામો બતાવી કરોડો લૂંટ્યા, ભ્રષ્ટાચારીઓ સામે ગુનો દાખલ કરો

 
સીંગવડ મનરેગા કૌભાંડ
આ કૌભાંડ જ નહિ પરંતુ સરકારને લૂંટવાનુ કાવતરું પણ છે એટલે ઈડીના જાંબાઝ ઓફીસરો સીંગવડ આવે તેવી માંગ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

સીંગવડ તાલુકા પંચાયતની મનરેગા શાખાનો મહા ભયંકર ભ્રષ્ટાચાર છાપરે ચઢીને પોકાર કરી રહ્યો પરંતુ ટીડીઓ કે ડીડીઓને ઈરાદાપૂર્વક આ લૂંટ સમાન કાવતરું દેખાતું નથી. ત્યારે સૌથી મોટો ખુલાસો થયો છે કે, સીંગવડ તાલુકાના કેટલાક ડેલિકેટ, સ્થાનિક આગેવાનો અને જાગૃત લોકો સરેરાશ 100 કરોડથી વધુના ભ્રષ્ટાચાર વિરુદ્ધ જંગ લડી રહ્યા છે. આ તબક્કામાં સામે આવ્યું કે, સરેરાશ 15 ગામમાં મર્યાદા નેવે મૂકીને મોટાભાગના કામો કાગળ ઉપર બતાવી સરકારના કરોડો રૂપિયા લૂંટી લીધા છે. જાણકારોના મતે આ ગામોમાં ગ્રામ રોજગાર સેવક, ટેકનિકલ, એપીઓ અને એજન્સીવાળાએ ભેગાં મળીને સરપંચને વિશ્વાસમાં લઈને કરોડો રૂપિયા ઘરભેગા કરી લીધા છે. વાંચો મનરેગાને તોડી મરોડીને કરવામાં આવેલી લૂંટનો રીપોર્ટ

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના સરજુમી, કટારાની પલ્લી, નાની સંજેલી, મછેલાઇ, દાસા, સાકરીયા સહિતના 15થી વધુ ગામોમાં મનરેગાના અનેક કામો કાગળ ઉપર છે. આ ગામોમાં વર્ષે 2019થી 2023 સુધીમાં અનેક કામોના બોગસ દસ્તાવેજ ઉભા કરી, જમીન ઉપર કોઈ જ કામ ના કરી, મટીરીયલ નહિ પહોંચાડી, લેબર ખર્ચ ના થયું છતાં બોગસ રેકર્ડ ઉભું કરી રૂપિયા લૂંટવાનું કાવતરું થયું હતુ. આ કાવતરામાં ગ્રામ રોજગાર સેવક, ટેકનિકલ, એપીઓ, મટીરીયલ એજન્સી સહિતનાએ ભેગા મળીને બોગસ કામો સરકારને સાચા હોવાનું બતાવી કરોડો રૂપિયા લૂંટી લીધા છે. મનરેગા યોજનાનો દૂરૂપયોગ કરી, રાજ્ય અને કેન્દ્ર સરકારને ગેરમાર્ગે દોરી, સિસ્ટમમાં રહી સિસ્ટમ સાથે છેતરપિંડી આચરી એકબીજાના મેળાપીપણામાં કરોડો રૂપિયાની બેનામી રકમ એકઠી કરી લીધી છે. વાંચો નીચેના ફકરામાં કેવીરીતે તેનો ઘટસ્ફોટ.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સીંગવડ તાલુકામાંથી સાંસદ જશવંતભાઈ અને ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર આવતાં હોવાથી તેમના નામનો પણ દૂરૂપયોગ કર્યો છે. કૌભાંડીઓએ જમીન ઉપર મનરેગાની એસેટ ઉભી કર્યા વગર, મટીરીયલની ખરીદીના સંપૂર્ણ બોગસ બીલો મૂકી મનરેગાની વેબસાઈટમાં ખોટી એન્ટ્રી ભરીને ગ્રાન્ટ ખેંચી લીધી છે. કરારી કર્મચારી, એજન્સીવાળા, ગામના આગેવાન અને મળતિયા ઈસમ સહિતનાએ કાવતરું રચી અત્યાર સુધીમાં સરેરાશ 100 કરોડથી વધુની સરકારમાંથી લૂંટ કરી લીધી છે. જો એસીબીને મુખ્યમંત્રી દ્વારા ઓર્ડર થાય તો સીંગવડ તાલુકામાં 50થી વધુ આરોપી વિરુદ્ધ ગુનાહિત કાવતરું રચી સરકારને લૂંટવાનો ગુનો દાખલ થાય તેમ છે.

સીંગવડ તાલુકામાં ઈડી ઝંપલાવે તો સરકારની તિજોરી ભરાય, ઈડીના ઓફિસરો સીંગવડ પધારો

સીંગવડ તાલુકામાં મનરેગા ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડતાં લોકો અને 15થી વધુ ગામોમાં થયેલા બોગસ કામોની વિગતો આધારે સનસનીખેજ વાત બહાર આવી છે. જાણકારોના મતે, જો સીંગવડ તાલુકામાં માત્ર મનરેગા હેઠળ બેનામી સંપત્તિ એકઠી કરનારાની દિલ્હી સ્થિત ઈડીના જાંબાઝ ઓફીસરો તપાસ કરવા આવે તો સરકારની તિજોરી ભરાઇ જાય તેવું મહા કૌભાંડ છે.