ઘટના@રાધનપુર: નાની પીપળી ડિસ્ટ્રીક્ટ કેનાલમાં ગાબડું પડતાં ઊભા પાકને મોટું નુકશાન

 
Radhanpur Cenal

અટલ સમાચાર, ડેસ્ક

રાધનપુરના સાતુન ગામની સીમમાં નાની પીપળી ડીસ્ટ્રીક્ટ કેનાલની પાણી છોડવામાં આવતા કેનાલમાં ગાબડા પડ્યા હતા. જેના કારણે ખેડૂતોના ખેતરમાં અને કાચા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે ખેડૂત પરેશાન બન્યો હતો. 

 

પાટણ જિલ્લાના રાધનપુરના સાતુન ગામની સીમમાં નાની પીપળી ડિસ્ટ્રીક્ટ કેનાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવી છે. જેને લઈ તૈયાર ચણાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતની હાલત કફોડી બની હતી. તો કેનાલમાં ગાબડું પડવાના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. ખેતરો અને કાચા માર્ગમાં પાણી ભરાયા હતા.બેફામ પાણી છોડવામાં આવતા સફાઈના અભાવે કેનાલમાં ગાબડું પડ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, વારંવાર કેનાલોમાં પડતા ગાબડા બાબતે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવા ખેડૂતોએ માંગ કરી હતી. તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી વારંવાર કેનાલમાં ગાબડા પડતા હોવાના આક્ષેપ પણ ખેડૂતે કર્યા હતા.