ડાંગઃ 32 ફૂટ કૂવાનું ખોદકામ કર્યા બાદ ખેડૂતની મહેનત રંગ લાવી, પાણી નીકળતા 14 મહિનાનો થાક પળમાં ઉતરી ગયો

પહેલો કુવો 10 ફૂટ ખોદયા બાદ ખડક નીકળતા તેનું કામ પડતું મૂકી બીજો કૂવો ખોદવાની શરૂઆત કરી. તેનું પણ આઠ નવ ફૂટ ખોદકામ કરતા તેમાં પણ ખડક લાગતા ત્રીજા કુવાનું ખોદકામ શરૂ કર્યું હતું.
 
ડાંગ

અટલ સમાચાર, ડેસ્ક

ડાંગ જિલ્લાના વહીવટી મથક આહવાથી 17 કિ.મી.ના અંતરે આવેલા વાસુર્ણા ગામમાં વસતા 60 વર્ષીય ખેડૂત ગંગાભાઈ જીવલ્યાભાઈ પવાર જેમને ખેતી માટે કુવાની જરૂર હોય 20 વર્ષ સુધી સરપંચને રજૂઆત કરી. અવારનવાર સરકારી કુવાની માંગણી કરી હતી, પરંતુ તેમની માંગણી નહી સ્વીકારાતા જાત મહેનત જિંદાબાદમા માનનારા ખેડૂત જાતે જ તેમના ખેતરમાં એકલા હાથે કૂવો ખોદવાનું શરુ કર્યું. પહેલો કુવો 10 ફૂટ ખોદયા બાદ ખડક નીકળતા તેનું કામ પડતું મૂકી બીજો કૂવો ખોદવાની શરૂઆત કરી. તેનું પણ આઠ નવ ફૂટ ખોદકામ કરતા તેમાં પણ ખડક લાગતા ત્રીજા કુવાનું ખોદકામ શરૂ કર્યું હતું.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

ત્રીજા કુવામાં 15 ફૂટ એ પાણી નીકળ્યું હતું.પરંતુ તે પણ સિંચાઈ યોજનામાં અન્ય ખેડૂતોને ફાળવી દેતાં ગંગાભાઈએ ચોથો કુવાનું ખોદકામ શરૂ કર્યું હતું .ચોથા કૂવામાં પણ 15 ફૂટ એ ખડક લાગતા ચોથા કુવાનું ખોદકામ પણ પડતું મૂકી થાક્યા વગર વર્ષ પહેલા પાંચમા કુવાનું ખોદકામ શરૂ કર્યુ હતુ.રાત દિવસ જ્યારે પણ આંખ ખુલે એટલે ખેડૂત કુવાના ખોદકામમાં જોતરાઈ જતો હતો. એકલા હાથે 14 મહિના સુધી સખત મહેનત 32 ફૂટ કૂવાનું ખોદકામ કર્યા બાદ ખેડૂતની મહેનત રંગ લાવી ખેડૂતના કૂવામાં પાણી નીકળતા ખેડૂતની 14 મહિના નો થાક પાણીને સ્પર્શતાજ જ પળમાં ઓગળી ગયો હતો.

આ અંગેની જાણ તેમના પરિવારજનોને થતા તેમના આનંદનો પાર રહ્યો ન હતો. ગ્રામજનો તેમજ તેમના કૂવાને જોવા માટે લોકોના ટોળેટોળા ધસી આવી જાતે કૂવામાં ઉતરી ખાતરી કરી ખેડૂતની મહેનતને બિરદાવી હતી. ગામના સરપંચ ગીતાબેનમ ગાવિતને આ બાબતની જાણ થતા તેઓ પણ તેમના કુવા પાસે દોડી આવી તેમની મહેનતને બિરદાવી હતી.