ચિંતા@ગુજરાત: બ્લેક ફંગસના કહેર વચ્ચે વ્હાઇટ ફંગસના 7 કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે ગુજરાત સહિત દેશમાં બ્લેક ફંગસના કેસ ખૂબ તેજીથી વધી રહ્યા છે. દેશભરમાં આ બીમારીના અત્યાર સુધીમાં 7 હજારથી વધારે કેસ સામે આવ્યા છે જ્યારે 200 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા બ્લેક ફંગસને મહામારી જાહેર કરવા માટે રાજ્યોને આદેશ આપી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસના
 
ચિંતા@ગુજરાત: બ્લેક ફંગસના કહેર વચ્ચે વ્હાઇટ ફંગસના 7 કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે ગુજરાત સહિત દેશમાં બ્લેક ફંગસના કેસ ખૂબ તેજીથી વધી રહ્યા છે. દેશભરમાં આ બીમારીના અત્યાર સુધીમાં 7 હજારથી વધારે કેસ સામે આવ્યા છે જ્યારે 200 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા બ્લેક ફંગસને મહામારી જાહેર કરવા માટે રાજ્યોને આદેશ આપી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસના કેસ સતત વધી રહ્યા છે જેમાં બ્લેક ફંગસની સાથે સાથે વ્હાઇટ ફંગસ પણ હવે લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં જ્યાં બ્લેક ફંગસના કેસ 1200ની નજીક પહોંચી ગયા છે ત્યાં અમદાવાદ સોલા સિવિલમાં વ્હાઇટ ફંગસના 2 કેસ જ્યારે સિવિલમાં વ્હાઇટ ફંગસના 4 કેસ નોંધાયા છે. આ સિવાય એક ખાનગી હોસ્પિટલમાં પણ એક કેસ સામે આવ્યો છે. ગુજરાતમાં આ બિમારીઓની સારવાર માટે જરૂરી ઈંજેક્શનની અછત થઈ ગઇ છે ત્યાં બ્લેક ફંગસ અને વ્હાઇટ ફંગસના વધતાં કેસના કારણે ટેન્શન વધ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગુજરાત માટે ચિંતાની વાત કહી શકાય કે, દેશમાં બ્લેક ફંગસના કેસ મામે ગુજરાત મહારાષ્ટ્ર બાદ બીજા ક્રમ પર છે. મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસના કારણે સૌથી વધારે મોત થયા છે. ગુજરાતમાં કુલ 1163 કેસ તથા 63 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે જ્યારે રાજસ્થાન 700 તો મધ્યપ્રદેશમાં 575 કેસ સામે આવ્યા છે.

કેવી રીતે ફેલાય છે આ બિમારી ?

તબીબી એક્સપર્ટનું માનવું છે કે, વધુ પડતાં સ્ટીરોઇડના ઉપયોગના કારણે બ્લેક ફંગસ થઈ રૂય છે. કોરોનાની સારવાર બાદ જ આ કેસ સામે આવી રહ્યા છે ત્યારે રાજસ્થાન સરકાર દ્વારા તેની મફત સારવાર માટે નિર્ણય લેવામાં આવ્યો છે અને ખાનગી હોસ્પિટલો માટે પણ સરકારે સારવારની કિંમત નક્કી કરી દીધી છે. ગુજરાત સહિતના ઘણા રાજ્યોએ બ્લેક ફંગસને એક મહામારી જાહેર કરી દીધી છે.