બ્રેકિંગ@ગુજરાત: નવા મંત્રીમંડળ પહેલા આ કલેક્ટર સહિત 1 અધિકારીની CMOમાં નિમણૂંક
બ્રેકિંગ@ગુજરાત: નવા મંત્રીમંડળ પહેલા આ કલેક્ટર સહિત 1 અધિકારીની CMOમાં નિમણૂંક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યના મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલે શપથગ્રહણ કર્યા બાદ હવે નવા મંત્રીમંડળને લઇ ચર્ચાઓનું બજાર ગરમ થયુ છે. આ બધાને વચ્ચે હવે એક કલેક્ટર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરની અચાનક CMOમાં OSD તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ સાથે મુખ્યમંત્રી કાર્યાલના 4 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં એમ.કે.દાસની જગ્યાએ પંકજ જોષીની તથા અશ્વિની કુમારની જગ્યાએ અવંતિકા સિંઘની નિમણૂક કરવામાં આવેલી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભરૂચ જિલ્લાના કલેક્ટર ડો.એમ.ડી મોડિયાની CMOમાં OSD તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો આ સાથે જ અમદાવાદ AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એન.એન દવેની પણ તાત્કાલિક અસરથી CMOમાં OSD તરીકે નિમણૂક કરવામાં આવી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, ગુજરાતમાં આજે નવા મંત્રી મંડળની જાહેરાત થવાની છે અને જેમાં જૂના મંત્રીઓને પાણીચુ પકડાવીને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ત્યારે ગુજરાતના 4 દિગ્ગજ મંત્રીઓની ઓફિસ ખાલી કરાઈ રહી હોવાનું સામે આવ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરી બહેન દવે, વાસણ આહીર તથા કુમાર કાનાણીની સ્વર્ણિમ સંકુલમાં રહેલી ઓફિસ ખાલી કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. તો આ સાથે જ શિક્ષણ મંત્રી અને છેલ્લા કેટલાક સમયથી શિક્ષકોની પરીક્ષા મામલે ચર્ચામાં રહેલા ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાની ઓફિસ પણ ખાલી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. તો મંત્રી ઈશ્વર પરમારની પણ ઓફિસ ખાલી કરાઈ છે.