બ્રેકિંગ@ગુજરાત: રાજ્યના 36 શહેરોમાં લાગુ કરર્ફ્યૂમાં 28મેથી મોટા ફેરફાર, જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થતા રાજ્યના 36 શહેરોમાં 28 મેથી રાત્રિ કરર્ફ્યૂમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે રાત્રે 9થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરર્ફ્યૂ રહેશે. રાજ્યમાં 6થી 12 મે દરમ્યાન વધુ 7 શહેરો સાથે 36 શહેરોમાં રાત્રિ કરર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યુ હતું. જે બાદ તેને વધુ 18 મે
 
બ્રેકિંગ@ગુજરાત: રાજ્યના 36 શહેરોમાં લાગુ કરર્ફ્યૂમાં 28મેથી મોટા ફેરફાર, જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થતા રાજ્યના 36 શહેરોમાં 28 મેથી રાત્રિ કરર્ફ્યૂમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે રાત્રે 9થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરર્ફ્યૂ રહેશે. રાજ્યમાં 6થી 12 મે દરમ્યાન વધુ 7 શહેરો સાથે 36 શહેરોમાં રાત્રિ કરર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યુ હતું. જે બાદ તેને વધુ 18 મે સુધી સમય વધારવામાં આવ્યો હતો. આ દરમ્યાન આવશ્યક સેવાઓ જેવી કે અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદી, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્ય પદાર્થોની દુકાનો ચાલુ રહી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં કોરોના કહેર વધી રહ્યો હોઇ હાલ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, જામનગર, આણંદ, મહેસાણા, પાટણ, દાહોદ, ગાંધીધામ, સુરત, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, નડિયાદ, મોરબી, ગોધરા, ભૂજ, સુરેન્દ્રનગર, ભરૂચ, હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, મોડાસા, રાધનપુર, કડી, વિસનગર, અમરેલી, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટા ઉદેપુર, વેરાવળ- સોમનાથ, ડીસા, અંકલેશ્વર, વાપીમાં રાત્રી કરર્ફ્યૂ લાગુ છે.