બ્રેકિંગ@ગુજરાત: ‘મહા’નું સંકટ હટ્યું નથી ત્યાં ‘બુલબુલ’ વાવાઝોડાનો ખતરો!

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં હજૂ ‘મહા’ વાવાઝોડાનું સંક્ટ ટળ્યું નથી ત્યાં વધુ એક વાવાઝોડું બંગાળની ખાડીમાં બની રહ્યું છે. ‘મહા’નું સંકટ હટ્યું નથીને ત્યાં વધુ એક સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના માથે ફરી એક વખત સંકટના વાદળો ઘેરાય તો નવાઇ નહીં. આ વાવાઝોડાની તીવ્રતા કેટલી હશે, ગુજરાતને નુકસાન કરશે કે નહીં, જેવા અનેક સવાલોનો જવાબ આગામી
 
બ્રેકિંગ@ગુજરાત: ‘મહા’નું સંકટ હટ્યું નથી ત્યાં ‘બુલબુલ’ વાવાઝોડાનો ખતરો!

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં હજૂ ‘મહા’ વાવાઝોડાનું સંક્ટ ટળ્યું નથી ત્યાં વધુ એક વાવાઝોડું બંગાળની ખાડીમાં બની રહ્યું છે. ‘મહા’નું સંકટ હટ્યું નથીને ત્યાં વધુ એક સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના માથે ફરી એક વખત સંકટના વાદળો ઘેરાય તો નવાઇ નહીં. આ વાવાઝોડાની તીવ્રતા કેટલી હશે, ગુજરાતને નુકસાન કરશે કે નહીં, જેવા અનેક સવાલોનો જવાબ આગામી 48 કલાકમાં મળી જશે તેવા એંધાણ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ 24 કલાકમાં વધુ મજબૂત બનશે, અને આગામી 48 કલાકમાં વાવાઝોડું બનીને આગળ વધશે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

12 જૂને ગુજરાતમાં વાયુ વાવાઝોડું ત્રાટક્યું હતું. ત્યારબાદ હિક્કા અને ક્યાર પછી હવે ‘મહા’વાવાઝોડાએ દસ્તખ દીધી છે. ઓમાને વાવાઝોડાને ‘મહા’નામ આપ્યું છે. હવે પછી જે વાવાઝોડું સક્રિય થઇ રહ્યું છે તેનું નામ સંભવિત નામ ‘બુલબુલ’હશે. આ વાવાઝોડાનું નામ પાકિસ્તાને આપ્યું છે. 8 દેશોએ વાવાઝોડાના કુલ 64 નામ આપ્યા છે. 2004માં વાવાઝોડાના નામ આપવાની પરંપરા શરૂ થઈ હતી. વાવાઝોડાને એક નામ આપ્યા બાદ પછીના 10 વર્ષ સુધી એ નામનો ઉપયોગ થતો નથી!

આ ઉપરાંત બંગાળના ઉપસાગરમાં એક નવું સાયક્લોન તૈયાર થઇ રહ્યું છે. હાલના તબક્કે માત્ર હળવું દબાણ સર્જાયું છે. આગામી 48 કલાકમાં તે વાવાઝોડું બની જશે. હવામાન વિભાગ તેને ‘બુલબુલ’ નામ આપે તેવી શક્યતા છે. જો બુલબુલ સક્રિય થશે તો ‘મહા’ની તાકાતનો થોડો ભાગ પોતાના તરફ અંકે કરશે. આમ ઉત્તરીય ઠંડા સૂકા પવનો અને બુલબુલની ભાગબટાઈથી મહા વાવાઝોડું 6 નવેમ્બરે નબળું પડશે અને દરિયામાં જ વિખેરાઈ જવાની પૂરી સંભાવના છે.