બ્રેકિંગ@ગુજરાત: મહામારી વચ્ચે આરોગ્ય સચિવ જયંતિ રવિની બદલી, જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં કોરોના કહેર વચ્ચે રાજ્યના આરોગ્ય સચિવ ડૉ. જયંતિ રવિની બદલી કરવામાં આવી છે. જયંતિ રવિને કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર મોકલવામાં આવ્યા છે. જયંતિ રવિને તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. 1991 બેંચના સીનિયર IAS અધિકારી અને ગુજરાતના મુખ્ય આરોગ્ય સચિવ જયંતી રવિ કોરોના વિરૂદ્ધ ગુજરાતની લડાઇનો ચહેરો રહ્યા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
જયંતિ રવિ મૂળ ચેન્નાઇ, તમિલનાડુના છે. 17 ઓગસ્ટ,1967માં જન્મેલા જયંતિ રવિ 1991ની બેચના આઇએએસ અધિકારી છે. 15 સપ્ટેમ્બર, 1991ના રોજ તેમણે આઇએએસ તરીકે પોતાનો પદભાર સંભાળ્યો હતો. જયંતિ રવિએ ઇ-ગવર્નન્સમાં પીએચડી કર્યુ છે. ન્યુક્લિયર ફિઝિક્સમાં તે એમએસસી (માસ્ટર ઓફ સાયન્સ) થયા છે. માસ્ટર ઑફ પબ્લિક ઍડમિનિસ્ટ્રેશન (એમ.પી.એ)નો કોર્સ તેમણે હાવર્ડ યુનિવર્સિટીમાંથી કર્યો છે. લંડન સ્કૂલ ઑફ ઇકનૉમિક્સમાંથી તેમણે લીડરશિપ પ્રોગ્રામ કર્યો છે. ન્યુક્લિયર ફિઝિક્સમાં માસ્ટર્સ કરનારા જયંતી રવિએ સાયન્ટિસ્ટ તરીકે દિલ્હીમાં બે વર્ષ કામ કર્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, જયંતિ રવિ સાબરકાંઠામાં તાલુકા વિકાસ અધિકારી રહી ચૂક્યાં છે. પંચમહાલનાં કલેક્ટર પણ હતાં. તેઓ લેબર કમિશનર તેમજ હાયર ઍજ્યુકેશન કમિશનર પણ રહી ચૂક્યાં છે. આમ રાજ્યમાં તેમણે સરકારના વિવિધ વિભાગોમાં કામ કર્યું છે. 3 સપ્ટેમ્બર, 2019ના રોજ તેમણે આરોગ્ય અને કુટુંબ-કલ્યાણ વિભાગનો હવાલો સંભાળ્યો હતો.