બ્રેકિંગ@ગુજરાત: કોરોના કેસ ઘટ્યાં છતાં રાજ્યના 8 મહાનગરોમાં 25 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યુ યથાવત
બ્રેકિંગ@ગુજરાત: કોરોના કેસ ઘટ્યાં છતાં રાજ્યના 8 મહાનગરોમાં 25 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યુ યથાવત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, આમ છતાં સાવચેતીના ભાગરૂપે રાજ્યના ગૃહ વિભાગે રાજ્યના 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ 25 સપ્ટેમ્બર સુધી યથાવત રાખવામાં આવ્યો છે. આ અંગે રાજ્યના ગૃહવિભાગે જાહેર કરેલા હુકમ મુજબ રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર શહેરમાં 25 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યુ યથાવત રાખવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોના વાયરસનાં કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાનાં દૈનિક કેસનો આંક છેલ્લા ઘણા સમયથી 2 ડિઝિટમાં આવી રહ્યા છે. જો કે આ રાહતનાં સમાચાર તો છે જ પણ રાજ્યની સરકાર કોઇ જોખમ લેવા માંગતી નથી અને આ જ કારણ છે કે રાજ્યનાં 8 મહાનગોરમાં રાત્રિ કર્ફ્યુંનો સમય યથાવત રાખ્યો છે.