બ્રેકિંગ@ગુજરાત: કોરોનાકાળ વચ્ચે રાજ્યના વિદ્યાર્થીઓ માટે આવ્યા સૌથી મોટા સમાચાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાતમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા વેકેશનને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાને કારણે છેલ્લા દોઢ વર્ષથી વિદ્યાર્થીઓના શિક્ષણની વ્યવસ્થા થોડી ખોરવાઈ છે ત્યારે માસપ્રમોશન બાદ ગુજરાત સરકાર તરફથી વેકેશન અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
Apr 29, 2021, 10:22 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા વેકેશનને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાને કારણે છેલ્લા દોઢ વર્ષથી વિદ્યાર્થીઓના શિક્ષણની વ્યવસ્થા થોડી ખોરવાઈ છે ત્યારે માસપ્રમોશન બાદ ગુજરાત સરકાર તરફથી વેકેશન અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
રાજ્યમાં આગામી 3 મેથી રાજ્યની શાળાઓમાં વેકેશન જાહેર કરવામાં આવશે. 3મેથી 5 જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યુ છે. આવનારા વર્ષનું શૈક્ષણિક કાર્ય 6 જૂનથી શરૂ થશે. ત્યારથી નવું શૈક્ષણિક સત્ર ગણવામાં આવશે.