અંદાજપત્ર@ગુજરાત: ઇતિહાસના સૌથી મોટા બજેટમાં સામાન્ય પ્રજાને શું મળ્યું ? જુઓ રીપોર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે આજે વિધાનસભામાં નાણામંત્રી નીતિન પટેલે બજેટ બજેટ રજૂ કર્યા બાદ નીતિન પટેલે કહ્યું હતું કે, 2 લાખ 27 હજાર 29 કરોડનું બજેટ છે. જેમાં GST આવક થાય તે માટે ઉદ્યોગ-ધંધા સરભર કરાશે. ગુજરાતમાં તબક્કામાં વ્યાપાર, ઉદ્યોગ-ધંધા ચાલુ થયા જેથી રાજ્ય સરકારની આવકમાં વધારો થયો છે. નીતિન પટેલે કહ્યું
 
અંદાજપત્ર@ગુજરાત: ઇતિહાસના સૌથી મોટા બજેટમાં સામાન્ય પ્રજાને શું મળ્યું ? જુઓ રીપોર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે આજે વિધાનસભામાં નાણામંત્રી નીતિન પટેલે બજેટ બજેટ રજૂ કર્યા બાદ નીતિન પટેલે કહ્યું હતું કે, 2 લાખ 27 હજાર 29 કરોડનું બજેટ છે. જેમાં GST આવક થાય તે માટે ઉદ્યોગ-ધંધા સરભર કરાશે. ગુજરાતમાં તબક્કામાં વ્યાપાર, ઉદ્યોગ-ધંધા ચાલુ થયા જેથી રાજ્ય સરકારની આવકમાં વધારો થયો છે. નીતિન પટેલે કહ્યું કે સમાજના સર્વાંગી વિકાસ માટે યોજના જાહેર કરાઇ છે. સાગરખેડુ-2 અમલમાં મૂકવામાં આવી છે જેથી ગુજરાતના વિકાસનો દરિયાખેડૂને પણ લાભ મળશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નાણામંત્રી નીતિન પટેલ દ્વારા બજેટમાં યુવાનોને આકર્ષવા માટે રોજગાર ક્ષેત્રે કેટલીક જાહેરાતો કરાઈ છે. સરકાર દ્વારા આગામી 5 વર્ષમાં અનેક ક્ષેત્રે નવું રોજગાર ઉભું કરવાની જાહેરાત કરાઈ છે. જેમાં સરકારની જાહેરાત પ્રમાણે અંદાજે 2 લાખ યુવાનોને તક પ્રાપ્ત થશે. આ ભરતી અલગ અલગ સેક્ટરમાં યોજાશે. સરકારી વિભાગો, મહાનગરપાલિકા અને પાલિકા, ગ્રાન્ટેડ સંસ્થા, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો સમાવેશ થાય છે.

અંદાજપત્ર@ગુજરાત: ઇતિહાસના સૌથી મોટા બજેટમાં સામાન્ય પ્રજાને શું મળ્યું ? જુઓ રીપોર્ટ

નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કેંન્દ્ર સરકારના સહયોગથી ગોધરા-મોરબીમાં નવી મેડિકલ કોલેજ આકાર પામશે. જેના માટે 50 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. PM જન આરોગ્ય અને CM માં-વાત્સલ્ય યોજના માટે 1106 કરોડ રૂપિયા રાજ્ય સરકારના 2021-22ના બજેટમાં ફાળવવામાં આવ્યા છે. વહેલા જન્મતાં બાળકોની સારવાર માટે 145 કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત નીતિન પટેલે બજેટમાં કરી હતી. આ સાથે જ 108 એમ્બ્યુલન્સ સર્વિસમાં વધુ નવી 150 એમ્બ્યુલન્સ ઉમેરાશે તેવી જાહેરાત કરી હતી. તો નવી 150 એમ્બ્યુલન્સ માટે 30 કરોડની જોગવાઇ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરેલ.

અંદાજપત્ર@ગુજરાત: ઇતિહાસના સૌથી મોટા બજેટમાં સામાન્ય પ્રજાને શું મળ્યું ? જુઓ રીપોર્ટ

રાજ્ય સહિત દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે અને મોંઘવારીથી હેરાન પરેશાન જનતાને આશા હતી કે, ઈંધણના ભાવ માટે સરકાર કોઈ પગલાં લે. જોકે તે દિશામાં બજેટમાં કોઈ જ રાહત આપવામાં આવી નથી. આજે પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને લઇ નીતિન પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં સૌથી ઓછો વેટ છે. અને ગુજરાત કરતા 14 રાજ્યોમાં પેટ્રોલનો ભાવ વધારે છે. એટલે હાલ કોઇ વેટ ઓછું કરવાની જોગવાઇ નથી. નીતિન પટેલે કહ્યું કે બીજા રાજ્યોમાં વેટ વધારે લેવામાં આવે છે ત્યારે હાલ આ અંગે કોઈ વિચારણા કરવી યોગ્ય અને વ્યાજબી નથી.

અંદાજપત્ર@ગુજરાત: ઇતિહાસના સૌથી મોટા બજેટમાં સામાન્ય પ્રજાને શું મળ્યું ? જુઓ રીપોર્ટ

બજેટમાં સામાજિક ન્યાય વિભાગ માટે રૂ.4353 કરોડની જોગવાઇ કરાઇ છે. જેમાં બિનઅનામત રોજગારલક્ષી યોજનાઓ માટે રૂ.500 કરોડની ફાળવણી, વૃદ્વ પેન્શન, નિરાધાર વૃદ્વ યોજના માટે રૂ.1032 કરોડની જોગવાઈ કરાઈ છે. તો ST,વિકાસતી જાતિ શિષ્યવૃતિ માટે રૂ.549 કરોડ, આંબેડકર આવાસ યોજના સહાય માટે રૂ.159 કરોડની જોગવાઇ કરાઇ છે.

બજેટમાં દિવ્યાંગો સશક્તિકરણ માટે રૂ.53 કરોડ, માનવ ગરિમા યોજના હેઠળ રૂ.44 કરોડની જોગવાઇ કરાઇ છે. જ્યારે ST અને વિકસતી જાતિ કુંવરબાઇ મામેરૂ યોજના હેઠળ રૂ.40 કરોડ ફાળવ્યા છે. કુંવરભાઇ મામેરૂ યોજનામાં રૂ. 2 હજાર કરોડનો વધારો કરી 12 હજાર કરાઇ છે. તો રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના માટે રૂ.19 કરોડ, સાતફેરા સમુહ લગ્ન સહાય યોજના માટે રૂ.10 કરોડની ફાળવણી કરાઇ છે. તો 80 ટકાથી વધુ બૌદ્વિક અસમર્થતાવાળા દિવ્યાંગને માસિક 1 હજાર અપાશે. જ્યારે દિવ્યાંગ લગ્ન સહાય માટે રૂ.8 કરોડની જોગવાઇ અને આદર્શ નિવાસી શાળાઓના વિકાસ માટે રૂ.3 કરોડની ફાળવણી કરાઇ છે. સાથે જ ઇ-લર્નિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. અને 3 નવા સરકારી છાત્રાલય બાંધકામ માટે રૂ.3 કરોડની ફાળવણી કરાઇ છે.

ગુજરાતના બજેટને રજૂ કરતાં પહેલા નીતિન પટેલે આજે કોરોના કાળમાં ગુજરાત સરકારે કરેલા કામ ગણાવ્યા હતા. નીતિન પટેલે કહ્યું કે, રાજ્યના બધા જ જિલ્લાઑમાં વ્યવસથા ઊભી કરવામાં આવી. તેમણે કહ્યું કે કેટલાક રાજ્યોમાં તંબુઑ બાંધવા પડ્યા અને સ્ટેડિયમમાં દર્દીઑ રાખવા પડ્યા હતા .પરંતુ ગુજરાતમાં ખૂબ મોટી વ્યવસ્થા ઊભી કરવામાં આવી અને તે બદલ વિજય રૂપાણીનો આભાર માનું છું. આવું સુંદર આયોજન આખા ભારતમાં માત્ર ગુજરાતમાં થયું છે. નીતિન પટેલે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ સતત માર્ગદર્શન આપ્યું હતું અને તેમાં તેમણે આયુર્વેદિક દવાઓ પર ભાર મૂક્યો હતો અને તે માટે અમે કરોડો લોકોને ઇમ્યુનિટી માટે પડીકી અને ઉકાળા આપ્યા.