કોવિડ@દેશ: રેમડેસિવિરના કોરોનાની સારવારમાં અસરકારક હોવાના પુરાવા નહીં: WHO

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોરોનાકાળ વચ્ચે ગુજરાત સહિત ભારતમાં રેમડેસિવિર ઈન્જેક્શનની માંગ વધી રહી છે. તેવું એટલા માટે થઈ રહ્યુ છે કે, તેને સારવારમાં કારગત માનવામાં આવી રહી છે. પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ વાત નથી માની. WHOએ પહેલા પણ રેમડેસિવિરની અસરકારકતા પર સવાલ ઉઠાવ્યા હતા. ફરી એક વાર WHOએ કહ્યું કે ,એ વાતના કોઈ પુરાવા નથી કે રેમેડેસિવિર કોરોનાના દર્દીની સારવારમાં ઉપયોગી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
WHOના ચીફ સાયન્ટિસ્ટ ડો. સૌમ્યા સ્વામીનાથ અને કોવિડ ટેક્નીકલ હેડ ડોય મારિયા વેન કેરખોવે એક મીડિયા હાઉસ સાથે વાત કરતા રેમડેસિવિરના ઉપયોગ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, રેમડેસિવિરને લઈને 5 ટ્રાયલ થઈ ચૂક્યા છે. પરંતુ રેમડેસિવિરથી ન કોરોનાની દર્દી સાજા થયા ન તો મોતનો આંક ઘટ્યો છે. તેમણે કહ્યું કે હજું પણ તેના ટ્રાયસના પરિણામની રાહ જોવાઈ રહી છે. જેનાથી ખબર પડશે કે આ સારવાર માટે ઉપયોગી છે કે કેમ.
ઉલ્લેખનીય છે કે આપણા દેશમાં રેમડેસિવિરની માંગ વધવાની સાથે અછત પણ સર્જાઈ છે. મોટા ભાગના રાજ્યોમાં તેનો જથ્થો પુરો થઈ ગયો છે. એ બાદ સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. ડો.સ્વામીનાથને જણાવે છે કે, હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓ પર રેમડેસિવિરના ટ્રાયલ કરવામાં આવ્યા હતા. પરંતુ આનાથી ન તો મોત ઓછા થયા ન દર્દી સાજા થયા. જોકે ગત વર્ષે WHOએ કોરોના વારયસના દર્દીઓ પર રેમડેસિવિરનો ઉપયોગ ન કરવાની ગાઈડલાઈન બનાવી હતી. ત્યારે વૈન કેરખોવનું કહેવું છે કે, રેમડેસિવિરનુ મોટું ક્લિનિકલ ટ્રાયલ થઈ રહ્યું છે. એ યોગ્ય છે કે, કેટલાક મામલામાં રેમડેસિવિર ઘણી હદ સુધી સુધારો કરે છે. તેમ છતાં પણ ટ્રાયલના પરિણામ બાદ જ કંઈ કહી શકાય.
ડો. સ્વામીનાથ કહે છે કે, કેટલીક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, રેમડેસિવરે કોરોનાના દર્દી પર સારી અસર કરી છે અને ડેથ રેટ પણ ઘટ્યો છે. પણ આ દર્દીઓનું ખૂબ નાનું ગ્રુપ હતુ. અમે હજું પણ ક્લિનિકલ ટ્રાયલના પરિણામની રાહ જોઈ રહ્યા છીએ જે કેટલાક અઠવાડિયામાં આવશે. આનાથી ઉલટુ ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં રેમડેસિવિરનો ઉપયોગ થઈ રહ્યો છે.