શિક્ષણ: ધોરણ ૧૦ પછી શું? વિધાર્થીઓને મુંઝવતા પ્રશ્નોના આ રહ્યા ઉકેલો

અટલ સમાચાર,મહેસાણા રાજયમાં ધોરણ-૧૦ ના પરિણામો આવી ગયા છે. પરંતુ હવે ધોરણ-૧૦ પછી શું કરવુ ? તે સવાલ વિધાર્થીઓને સતાવતો હોય છે. તો આજે અમે આપને જણાવીશું કે ધોરણ-૧૦ પછી શુ કરી શકાય ? ધોરણ ૧૦ પછી શું કરવું ? આ સવાલનો જવાબ ઘણા બધા વિકલ્પો ધરાવે છે, આથી થોડી દુવિધા પણ થાય. આ રસ્તે
 
શિક્ષણ: ધોરણ ૧૦ પછી શું? વિધાર્થીઓને મુંઝવતા પ્રશ્નોના આ રહ્યા ઉકેલો

અટલ સમાચાર,મહેસાણા

રાજયમાં ધોરણ-૧૦ ના પરિણામો આવી ગયા છે. પરંતુ હવે ધોરણ-૧૦ પછી શું કરવુ ? તે સવાલ વિધાર્થીઓને સતાવતો હોય છે. તો આજે અમે આપને જણાવીશું કે ધોરણ-૧૦ પછી શુ કરી શકાય ?

ધોરણ ૧૦ પછી શું કરવું ? આ સવાલનો જવાબ ઘણા બધા વિકલ્‍પો ધરાવે છે, આથી થોડી દુવિધા પણ થાય. આ રસ્‍તે જવું કે પેલા રસ્‍તે જવું એવી મૂંઝવણ થાય. ‘મારો બાળપણનો મિત્ર કે સખી આ કોર્સમાં એડમિશન લે છે તો મારે પણ આ જ કોર્સમાં એડમિશન લેવું જોઇએ, એવી લાલચ પણ થાય. પરંતુ આંધળું અનુકરણ કરવાનો નિર્ણય લેવાની ભૂલ ન કરશો. જાણકાર – નિષ્‍ણાત વ્‍યક્તિનું માર્ગદર્શન પણ મેળવીને અને તમારી પોતાની ક્ષમતા / સંજોગો / નબળાં – સબળાં પાસાંઓ ધ્‍યાનમાં લઇને તમે જાતે જ નિર્ણય કરશો તો તે જ નિર્ણય શ્રેષ્‍ઠ રહેશે.

કોમ્પ્યુટરમાં માસ્ટર બનાવતા અભ્યાસક્રમો

વિદ્યાર્થી શિક્ષણની શરૂઆત કરે ત્યારથી જ એટલે કે પ્રાથમિક શિક્ષણની સાથે જ શાળામાં કોમ્પ્યુટરનું શિક્ષણ આપવામાં આવે છે. ખાનગી વર્ગોમાં પણ કોમ્પ્યુટરનું શિક્ષણ આપવામાં આવે છે. માધ્યમિક શિક્ષણ પુરૂ થાય ત્યાં સુધી ઓછામાં ઓછું કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ તો વિદ્યાર્થી મેળવેજ છે. એસ.એસ.સી.માં પણ વિદ્યાર્થી વિષય તરીકે કોમ્પ્યુટર લઇ શકે છે.

પોલીટેકનીક ડીપ્લોમા એન્જીનીયરીંગનાં અભ્યાસક્રમોઃ

ધો.૧૦ અંગ્રેજી વિષય સાથે પાસ, ત્રણ વર્ષનો ડીપ્લોમા અભ્યાસક્રમ.
1. કોમ્પ્યુટર એન્જીનીયરગ
2. ઇન્ફોર્મેશન ટેકનોલોજી
3. ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન

ધો.૧૦ એટલે કે એસ.એસ.સી. એ કારકિર્દી ઘડતરનું પ્રથમ પગથિયું છે. ધો.૧૦ પછી ઊપલબ્ધ વિવિધ અભ્યાસ વિકલ્પો પૈકી ટેકનિકલ શિક્ષણ વિભાગ અન્વયે રાજયભરમાં આવેલી વિવિધ પોલીટેકનીકમાં ડીપ્લોમા અભ્યાસક્રમો પણ ઊપલબ્ધ છે.

રાજયમાં કુલ પપ (ર૬ સરકારી પોલીટેકનીક, ૩ ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓ અને ર૬ સ્વનિર્ભર સંસ્થાઓ) એમ ત્રણ પ્રકારની પોલીટેકનીકો કાર્યરત છે. આ ત્રણેય પ્રકારની પોલીટેકનીકોમાં રેગ્યુલર ડીપ્લોમા અને ડીસ્ટન્સ લર્નિંગ મોડ ડીપ્લોમા એમ મુખ્ય બે પ્રકારના ડીપ્લોમા અભ્યાસક્રમો ચલાવવામા આવે છે. ડીસ્ટન્સ લર્નીંગ મોડ હેડળ માત્ર સિવિલ, મિકેનિકલ અને ઇલેકટ્રીકલ એમ ત્રણ પ્રકારના ડીપ્લોમા એન્જીનયરીંગ અભ્યાસક્રમો ચલાવાય છે. જયારે રેગ્યુલર ડીપ્લોમા અન્વયે કુલ ૩૧ જેટલા વિવિધ અભ્યાસક્રમો ચલાવાય છે.તેમાં બાયોમેડીકલ એન્જીનયરીંગ, એન્વાયરમેન્ટ એન્જીનયરીંગ તથા ટ્રાન્સપોર્ટેશન એન્જીનયરીંગના નવા અભ્યાસક્રમો વર્ષ ર૦૦૭-૦૮ થી દાખલ કરવામાં આવેલ છે. કેટલાક હયાત અભ્યાસ ક્રમોમાં બીજી સંસ્થાઓમાં પણ શરૂ કરવામાં આવે છે. અથવા તેમની બેઠકોમાં વધારો કવરામાં આવેલ છે.

ધો.૧૦ નું પરિણામ પ્રસિધ્ધ થયા બાદ આશરે એકાદ સપ્તાહમાં વર્તમાનપત્રોમાં જાહેરાત આપવામાં આવે છે અને જાહેરાતમાં જણાવ્યા અનુસાર અમદાવાદ ઊપરાંત રાજયમાં અનેક સંસ્થાઓમાંથી ફોર્મનું વિતરણ કરવામાં આવે છે. ડીપ્લોમાં કક્ષાએ ટેકનિકલ શિક્ષણને વધારે ઊત્તેજન આપવા સરકારશ્રી સતત પ્રયત્નશીલ છે. વર્ષ ર૦૦૭-૦૮ થી ફી મુકિત બેઠકો ૧૦ ટકા સંખ્યાધિક ધોરણે ૧:રઃ૩ (વિકલાંગ, મહિલા અને આર્થિક પછાત ઊમેદવારો) ના પ્રમાણમાં કરવામાં આવેલ છે. જેમાં કુલ વાર્ષિક આવક ર.પ લાખથી ઓછી હોય તેવા સમાજના તમામ વર્ગ આ યોજનાનો લાભ લઇ શકે છે. આ અભ્યાસક્રમોમાં સફળતા પૂર્વક પસાર કરનાર વિદ્યાર્થીઓને નોકરીની તેમજ સ્વરોજગારીની વિપુલ તકો રહેલી છે તે એક નિર્વિવાદ સત્ય છે.

S.S.C. પછીના ડીપ્લોમાં અભ્યાસક્રમોમાં ઊત્તમ તકો

ધોરણ-૧૦ પછીના ડીપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમો અને તેમાં પ્રવેશ મેળવવાની માટેની લાયકાત

૧. સિવિલ એન્જીનીયરીંગ
ર. મિકેનીકલ એન્જીનયરીંગ
૩. ઇલેકટ્રીકલ એન્જીનયરીંગ
૪. પ્રિન્ટિંગ ટેકનોલોજી
પ. કેમિકલ એન્જીનયરીંગ
૬. સિરામિક ટેકનોલોજી
૭. આર્કિટેકચર આસીસ્ટન્ટશીપ
૮. મેટલર્જી
૯. ટેક્ષટાઇલ મેન્યુફેકચરીંગ
૧૦. ટેક્ષ્ટાઇલ પ્રોસેસિંગ
૧૧. માઇનિંગ એન્જી. (ફકત પુરૂષો માટે)
૧ર. ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન એન્જી.
૧૩. કોમ્પ્યુટર એન્જીનયરીંગ
૧૪. ઇન્ફોર્મેશન ટેકનોલોજી
૧પ. ઇન્સ્ટુમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ એન્જીનયરીંગ
૧૬. પાવર ઇલેકટ્રોનિકસ
૧૭. મેકાટ્રોનિકસ
૧૮. હોટેલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજી
૧૯. એન્વાયરમેન્ટ એન્જીનયરીંગ
ર૦. બાયોમેડીકલ એન્જીનયરીંગ
ર૧. ટ્રાન્સપોર્ટેશન એન્જીનયરીંગ
રર. ઓટો મોબાઇલ એન્જીનયરીંગ
ર૩. પ્લાસ્ટીક એન્જીનયરીંગ
ર૪. ફેબ્રીકેશન ટેકનોલોજી
રપ. સિવિલ એન્જીનયરીંગ
ર૬. મીકેનીકલ એન્જીનયરીંગ
ર૭. ઇલેકટ્રીકલ એન્જીનયરીંગ

આઇ.ટી.આઇ.ના અભ્યાસક્રમો

N.C.V.T. પેટર્નના અભ્યાસક્રમો :

1.ઇન્ફર્મેશન ટેકનોલોજી એન્ડ ઇલેકટ્રોનિકસ સિસ્ટમ મેન્ટેનન્સ, ધો.૧૦ પાસ , ર વર્ષ

G.C.V.T. પેટર્નના અભ્યાસક્રમો :

1. સ્ટેનો કમ કોમ્પ્યુટર ઓપરેટર (અંગ્રેજી), ધો.૧૦ (અંગ્રેજી સાથે) પાસ, ૧ વર્ષ
2. સ્ટેનો કમ કોમ્પ્યુટર ઓપરેટર (ગુજરાતી), ધો.૧૦ (ગુજરાતી સાથે) પાસ, ૧ વર્ષ
3. કોમ્પ્યુટર એડેડ ડ્રેસ મેકગ એન્ડ ડ્રેસ ડીઝાઇનગ, ધો.૧૦ પાસ, ૧ વર્ષ

ઊપરોકત તમામ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે આઇ.ટી.આઇ.ની જાહેર ખબર પ્રસિધ્ધ થયા પછી તેમાં જણાવ્યા પ્રમાણેની કાર્યવાહી કરવાની થાય. કેન્દ્રીયકૃત પ્રવેશ પધ્ધતિથી પ્રવેશ આપવામાં આવે છે.