આગાહી@ગુજરાતઃ થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે 27 માર્ચે વરસાદ
અટલ સમાચાર, મહેસાણા
ગુજરાતમાં કોરોનાના હાહાકાર વચ્ચે કુલ 38 કેસ પોઝીટીવ આવ્યા છે. આ તરફ હવામાન વિભાગે વરસાદ પડવાની આગાહી કરતા નાગરિકોની ચિંતામાં વધારો થયો છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદથી આગાહીથી ફરી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આગામી 27માર્ચના થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
કોરોનાના કહેર વચ્ચે રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ થઇ શકે છે. જેમાં જૂનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ, ઉત્તર ગુજરાત, આણંદ, ખેડા, સુરત, નવસારી, વલસાડ, તાપી સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. રાજ્યના વાતાવરણને લઇને હવામાન વિભાગે સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સર્જાતાં વાતાવરણમાં પલટો જોવા મળે તેવી આગાહી કરી છે. રાજ્યના હવામાન વિભાગે આગામી 27 માર્ચના થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરતા જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 25 માર્ચે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમા આવશે વાતાવરણમાં પલટો આવનાની શક્યતા રહેલી છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, વરસાદ આવે તો કેરીના પાકને ભારે નુકસાન થવાની સંભાવના રહેલી છે. મહત્વનું છે કે, ગુજરાતમાં પર થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે વરસાદની સંભાવના અસર જોવા મળી રહી છે. જો માવઠું વધારે થશે તો રવિ પાકને પારવાર નુકશાન થઈ શકે છે. રવિ પાક ઉપરાંત કેરીમાં પણ નુકશાની થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. લાંબુ ચોમાસું અને કમોસમી વરસાદના કારણે અગાઉથી જ ખેડૂતોની સ્થિતિ ખરાબ હતી આમ ફરીથી જો કમોસમી વરસાદ પડે તો ખેડૂતોને રોવાનો વારો આવે તેવી વકી છે.