આગાહી@ગુજરાત: લોકડાઉન વચ્ચે આગામી 48 કલાકમાં કાળઝાળ ગરમી પડશે

અટલ સમાચાર,ડેસ્ક એક તરફ દેશભર સહિત ગુજરાતમાં જ્યાં કોરોના વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 48 કલાકમાં હિટવેવની સંભાવના વ્યક્ત કરી છે. જેને લઇને રાજ્યભરમાં ગરમ પવન ફૂંકાવાની શક્યતા છે. રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આજથી આકરી ગરમી પડવાની શરૂઆત થઇ જશે. જેને લઇને અમદાવાદમાં
 
આગાહી@ગુજરાત: લોકડાઉન વચ્ચે આગામી 48 કલાકમાં કાળઝાળ ગરમી પડશે

અટલ સમાચાર,ડેસ્ક

એક તરફ દેશભર સહિત ગુજરાતમાં જ્યાં કોરોના વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 48 કલાકમાં હિટવેવની સંભાવના વ્યક્ત કરી છે. જેને લઇને રાજ્યભરમાં ગરમ પવન ફૂંકાવાની શક્યતા છે. રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આજથી આકરી ગરમી પડવાની શરૂઆત થઇ જશે. જેને લઇને અમદાવાદમાં ગરમીની શરૂઆતમાં જ 41 ડિગ્રીથી થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જો કે હવામાન વિભાગ દ્વારા આજથી રાજ્યમાં હિટવેવની પણ સંભાવના છે. રાજ્યમાં આગામી 48 કલાક ગરમ પવન ફૂંકાશે. જેને લઇને ગીરસોમનાથ, પોરબંદર, ભાવનગરમાં હિટવેવની સૌથી વધુ અસર જોવા મળશે. આ શહેરોનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે.

રાજ્યમાં ઉનાળાને લઇને હવામાન ખાતાએ આગાહી કરી છે. આગામી બે દિવસમાં કાળઝાળ ગરમીની શરૂઆત થવાની છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, બે દિવસ હિટવેવથી ગરમીથી શેકાવું પડશે. રાજ્યમાં ઉતરપૂર્વ-પૂર્વના પવન ફુંકાવાથી આગામી બે દિવસ હિટવેવની આશંકા હવામાન વિભાગે સેવી છે.