ગુજરાત: લોકડાઉન વચ્ચે 6 ACPની બદલી, 19 DySPને નિમણૂંક અપાઈ
ગુજરાત: લોકડાઉન વચ્ચે 6 ACPની બદલી, 19 DySPને નિમણૂંક અપાઈ

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાત સરકાર દ્વારા શનિવારે સાંજે ૬ એસીપીની બદલી કરવાની સાથે નવા ૧૯ એસીપીને નિમણૂંક આપવામાં આવી હતી. સુરતમાં કંટ્રોલ રૂમના એસીપી જે.કે.પંડ્યાને સુરતમાં જ ખાલી પડેલી જગ્યા એફ ડિવિઝનમાં મુકવામાં આવ્યા છે. જ્યારે તેમના સ્થાને કંટ્રોલ રૂમની ખાલી પડેલી જગ્યાએ તેમજ અન્ય મુખ્ય પોલીસ મથકમાં નવા નિમણૂંક પામેલા એસીપીને મુકવામાં આવ્યા છે.

ગુજરાત: લોકડાઉન વચ્ચે 6 ACPની બદલી, 19 DySPને નિમણૂંક અપાઈ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત: લોકડાઉન વચ્ચે 6 ACPની બદલી, 19 DySPને નિમણૂંક અપાઈ

રાજય સરકાર દ્વારા બદલીના કરેલા ઓર્ડરમાં પોલીસ કંટ્રોલ રૂમમા જે.કે.પંડ્યાને એફ ડિવીઝનમાં, લાજપોર મધ્યસ્થ જેલના ડી.વી. રાણાને અમદાવાદ મધ્યસ્થ જેલમાં, વડોદરાના જી.યુ.વી.એન.એલના એસીપી એચ.એમ.વાળાને લાજપોર મધ્યસ્થ જેલમાં મુકવામાં આવ્યા છે. જ્યારે રીમા એમ.મુનશીને મદદનીશ પોલીસ કમિશનર, અમદાવાદ વિષેશ શાખા, મહેસાણાના વિભાગીય પોલીસ અધિકારી મંજીતા. કે. વણઝારાને નાયબ પોલીસ અધિક્ષક સી,આઈ.ડી. ક્રાઈમ મહિલા સેલ ગાંધીનગર મુકવામાં આવ્યા છે.

ગુજરાત: લોકડાઉન વચ્ચે 6 ACPની બદલી, 19 DySPને નિમણૂંક અપાઈ

આ સાથે પોરબંદર ગ્રામ્ય વિભાગીય પોલીસ અધિકારી આર.ડી.જાડેજાને ભાવનગરના પાલીતાણા વિભાગીય પોલીસ અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે નવા ૧૯ એસીપીને આપવામાં આવેલ નિમણૂંકમાં સુરતમાં કંટ્રોલ રૂમમના એસીપી જે.કે. પંડ્યાની એફ ડિવીઝનમાં બદલી થતા તેમના સ્થાને ખાલી પડેલી જગ્યામાં ઈશ્વર એન.પરમારને અને મુખ્ય પોલીસ મથકમાં મુકેશ. પી.ચૌધરીને નિમણૂંક આપવામાં આવી છે.