ગુજરાત: કોરોના સામે લડવા આટલાં વેન્ટિલેટર અને બેડની હોસ્પિટલો છે તૈયાર

અટલ સમાચાર,ડેસ્ક કોરોના વાયરસે સમગ્ર દેશમાં કોહરામ મચાવ્યો છે તો ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના 166 કેસ છે અને 12 લોકોના મોત થયાં છે. ત્યારે આ મહામારીને મ્હાત આપવા માટે રાજ્ય સરકાર પણ લડી લેવાના મૂડમાં છે. માટે જ કોરોના સામેની જંગ લડવા માટે રાજ્યના 29 જિલ્લામાં 100 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે તો વેન્ટિલેટરની
 
ગુજરાત: કોરોના સામે લડવા આટલાં વેન્ટિલેટર અને બેડની હોસ્પિટલો છે તૈયાર

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના વાયરસે સમગ્ર દેશમાં કોહરામ મચાવ્યો છે તો ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના 166 કેસ છે અને 12 લોકોના મોત થયાં છે. ત્યારે આ મહામારીને મ્હાત આપવા માટે રાજ્ય સરકાર પણ લડી લેવાના મૂડમાં છે. માટે જ કોરોના સામેની જંગ લડવા માટે રાજ્યના 29 જિલ્લામાં 100 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે તો વેન્ટિલેટરની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામા આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટની જ્યોતિ CNC દ્વારા ધમણ વેન્ટિલેટરનું સફળતા પૂર્વક ટ્રાયલ લીધી છે. આમ રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે લડવા માટે યુદ્ધના ધોરણ કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં ગંભીર દર્દીઓની સારવાર માટે તમામ વિભાગોમાં થઇને સરકારી હોસ્પિટલો ખાતે 1061 વેન્ટીલેટર ઉપલબ્ધ છે. અને ખાનગી સંસ્થાઓમાં અંદાજીત 1700 જેટલા વેન્‍ટીલેટર ઉપલબ્ધ છે. વધુ 1000 વેન્ટીલેટર ખરીદીનો આદેશ આપેલ છે. વધુમાં 43 વેન્ટીલેટર દિલ્હી ખાતેથી રાજ્ય સરકારને મળેલ છે.

રાજયના ડોકટર્સ અને પેરામેડીકલ સ્ટાફને વેન્ટીલેટર કેરની તાલીમ આપવા માટે રાજયની મેડીકલ કોલેજોમાં તા.21/03/2020 થી તાલીમકેન્દ્ર પણ શરૂ કરેલ છે. અને તા.5/04/2020 સુધીમાં 3522 આરોગ્યકર્મીઓને તાલીમ આપવામાં આવેલ છે. હાલ રાજ્યમાં કુલ 4300 થી વધુ આઈસોલેશન બેડ સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે તથા 1000 થી વધુ બેડની વ્યવસ્થા ખાનગી હોસ્પિટલો ખાતે ઉપલબ્ધ છે. તેમજ આ ઉપરાંત વધુ બેડ ઉભા કરવાની વ્યવસ્થા પ્રગતિમાં છે.