હત્યા@અમેરીકા: મોટેલનો બિઝનેશ કરતાં પાટીદાર દંપતિ પર ગોળીબાર, પત્નીનું મોત
હત્યા@અમેરીકા: મોટેલનો બિઝનેશ કરતાં પાટીદાર દંપતિ પર ગોળીબાર, પત્નીનું મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમેરિકામાં ફરી ગુજરાતીઓ પર હુમલો થવાની ઘટના સામે આવી છે. સુરતના ભરથાણાના દંપત્તિ પર હુમલો થયો છે. મેરીલેન્ડમાં ગુજરાતી દંપતિ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગોળી વાગતા પત્નીનું મોત થયુ તો પતિ ઘાયલ થયો છે. ગોળીબાર કરનારા હત્યા કરીને ભાગી છુટ્યા હતા. લૂંટના ઇરાદે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમેરિકામાં હોટલ ઉધોગ સાથે જોડાયેલા અને મૂળ સુરતના ભરથાણાના પટેલ પરિવાર છેલ્લા 20 વર્ષથી અમેરિકાના મેરીલેન્ડમાં બિઝનેસ કરતા હતો. તેઓ છેલ્લા 20 વર્ષથી મોટેલનો બિઝનેશ કરતા હતા. પતિ દિલીપ અને પત્ની ઉષા પોતાની હોટલ પર હતા ત્યારે અજાણ્યા શખ્સોએ આવીને ગોળીબાર કર્યો હતો. જેમાં પત્નીનું મોત થયું છે.