રાજકારણ@ગુજરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શપથવિધિ પહેલા નીતિન પટેલના આશીર્વાદ લીધા
રાજકારણ@ગુજરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શપથવિધિ પહેલા નીતિન પટેલના આશીર્વાદ લીધા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ કાર્યક્રમ આજે બપોરે 2.20 વાગ્યે છે. ગુજરાતના નાયબ મુખ્ય્મંત્રી રહેલા નીરિક પટેલએ જણાવ્યુ કે મને તેમને મુખ્યમંત્રી બન્યાનો કોઈ રંજ નથી. તેઓ છ વાર ધારાસ્કભ્ય બન્યા છે અને સાથે કેબિનેટ મંત્રા પણ રહી ચૂક્યા છે.બીજી બાજુ આહે રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શપથવિધિ પહેલા નીતિન પટેલના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. જ્યાં ભૂપેન્દ્ર પટેલના વખાણ કરતાં કહ્યું કે, ભૂપેન્દ્ર પટેલ મારા સૌથી નજીકના સાથી મિત્ર છે. જેથી મારી નારાજગીની વાત તદ્દન ખોટી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના 17માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ પદ અને ગુપ્તતાના શપથ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. ભૂપેન્દ્ર પટેલ આજે એકલા શપથ લેશે. અગાઉ રવિવારે સાંજે ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળ્યા હતા અને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો.