સંભાવના@ગુજરાત: સોમવારથી બસોની સંખ્યામાં વધારો થઇ શકે તેવા એંધાણ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે આગામી સોમવારથી એસટી બસોની સંખ્યામાં વધારો થઇ શકે તેવી તેવી સંભાવના સેવાઇ રહી છે. હાલ ગુજરાતમાં 30 ટકા બસો શરૂ કર્યા બાદ આગામી 29 જૂન સોમવારથી એક્સપ્રેસ રૂટો શરૂ કરવાનો નિર્ણય એસટી વિભાગે લીધો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. અનલોક-1માં રાજ્ય સરકારે વેપાર-ધંધા-રોજગાર સાથે આંતર જિલ્લામાં પરિવહનને છૂટછાટ આપતા સમગ્ર
 
સંભાવના@ગુજરાત: સોમવારથી બસોની સંખ્યામાં વધારો થઇ શકે તેવા એંધાણ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે આગામી સોમવારથી એસટી બસોની સંખ્યામાં વધારો થઇ શકે તેવી તેવી સંભાવના સેવાઇ રહી છે. હાલ ગુજરાતમાં 30 ટકા બસો શરૂ કર્યા બાદ આગામી 29 જૂન સોમવારથી એક્સપ્રેસ રૂટો શરૂ કરવાનો નિર્ણય એસટી વિભાગે લીધો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. અનલોક-1માં રાજ્ય સરકારે વેપાર-ધંધા-રોજગાર સાથે આંતર જિલ્લામાં પરિવહનને છૂટછાટ આપતા સમગ્ર રાજ્યમાં એસટી વિભાગે અમુક રૂટો પર બસો દોડાવવાનો પ્રારંભ કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્રારા સોમવારથી એક્સપ્રેસ સહિતની કેટલીક બસોમાં વધારો થઇ શકવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. એસટી નિગમના સૂત્રોનુ માનીએ તો તંત્રએ આગામી 29 જૂનથી રાજ્યમાં એક્સપ્રેસ રૂટો શરૂ કરવાનું નક્કી કરી લીધુ છે. આ તરફ આજ સાંજ સુધીમાં સત્તાવાર રીતે રૂટોનું સમયપત્રક પણ નક્કી થનાર હોવાનું જાણવા મળ્યુ છે. નોંધનિય છે કે, હાલ માત્ર 30 ટકા રૂટોમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે બસો દોડી રહી છે. આવા સમયે મુસાફરોને વધુ સુવિધા મળી રહે તે માટે આ નિર્ણય કરાયો હોવાનું સામે આવ્યુ છે.