રેકોર્ડ@ગુજરાતઃ 24 કલાકમા 778 પોઝિટિવ કેસ, 17 દર્દીના મોત

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં કોરોના વાયરસના 24 કલાકમાં નવા 778 કેસ નોંધાયા છે. જ્યારે 17 દર્દીનાં દુખદ નિધન થયા છે. રાજ્યમાં કોરોના વાયરસને મ્હાત આપીને પાછલા 24 કલાકમાં 421 દર્દીઓ ઘરે પરત ફર્યા છે. અમદાવાદમાં કોરોનાના વાયરસના કેસ સરકારી ચોપડે કાબૂમાં આવતા જોવા મળે છે. જોકે, સુરતમાં સ્થિતિ વણસી છે. સતત શહેર જિલ્લામાં 200 કરતાં
 
રેકોર્ડ@ગુજરાતઃ 24 કલાકમા 778 પોઝિટિવ કેસ, 17 દર્દીના મોત

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં કોરોના વાયરસના 24 કલાકમાં નવા 778 કેસ નોંધાયા છે. જ્યારે 17 દર્દીનાં દુખદ નિધન થયા છે. રાજ્યમાં કોરોના વાયરસને મ્હાત આપીને પાછલા 24 કલાકમાં 421 દર્દીઓ ઘરે પરત ફર્યા છે. અમદાવાદમાં કોરોનાના વાયરસના કેસ સરકારી ચોપડે કાબૂમાં આવતા જોવા મળે છે. જોકે, સુરતમાં સ્થિતિ વણસી છે. સતત શહેર જિલ્લામાં 200 કરતાં વધુ કેસ આવી રહ્યા છે. ત્યારે આજે ફરી એક વાર સુરત પાલિકાની હદમાં 204 અને જિલ્લામાં 45 કેસ નોંધાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરની હદમાં 7, સુરત શહેરની હદમાં 4, અરવલ્લીમાં 2, બનાસકાંઠઆમાં 1, ખેડામાં 1 એમ કુલ 17 દર્દીના દુખદ નિધન થયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે અત્યારસુધીમાં કુલ 1979 દર્દીનાં દુખદ મોત થયા છે. રાજ્યમાં કુલ 8913 દર્દી એક્ટિવ કેસ છે જ્યારે 61 દર્દી વેન્ટીલેટર પર છે. આ દરમિયાન 8852 દર્દીની હાલત સ્ટેબપલ છે જ્યારે અત્યારસુધીમાં કુલ 26744 દર્દીઓએ સાજા થઈને ઘરે પરત ગયા છે. અત્યારસુધીમાં કુલ 1979 દર્દીઓના કોરોનાના કારણે દુખદ નિધન થયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરતમાં 204, અમદાવાદમાં 172, વડોદરામાં 49, સુરત જિલ્લામાં 45, રાજકોટમાં 32, વલસાડમાં 21, વડોદરામાં 21, અમદાવાદ જિલ્લામાં 15, મહેસાણામાં 15, ભરૂચમાં 15, કચ્છમાં 14, ગાંધઈનગરમાં 13, નવસારીમાં 13, ભાવનગર શહેરની હદમાં 12, બનાસકાંઠામાં 12, ખેડામાં 11, સુરેન્દ્રનગરમાં 11, આણંદમાં 10, ભાવનગરમાં 9. જામનગર શહેર અને રાજકોટ જિલ્લામાં 8-8, જૂનાગઢ શહેર 7, મહીસાગરમાં 7, અમરેલીમાં અને દાહોદમાં 6-6, જૂનાગઢમાં 6, ગાંધીનગર શહેર, પાટણ, મોરબીમાં 5-5, અરવલ્લીમાં 4, પંચમહાલમાં 4, ગીરસોમનાથમાં 3, તાપીમાં 3, સાબરકાંઠામાં છોટાઉેદપુરમાં જામનગર જિલ્લામાં 2-2, તેમજ બોટાદ, નર્મદા, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ મળઈ અને કુલ 778 કેસ નોંધાયા છે. દરમિયાન રાજ્યના જુદા જુદા જિલ્લામાંથી 421 દર્દી સાજા થઈને ઘરે પરત પણ ગયા છે અને કોરોનાને મ્હાત આપી છે.