ગુજરાતઃ ઊર્જા વિભાગ દ્રારા જુનિયર આસિસ્ટન્ટમાં 2087 જગ્યાઓની ભરતી

અટલ સમાચાર, ડેસ્ક ઊર્જા વિભાગ હસ્તકની ચાર વીજ વિતરણ કંપનીઓ દ્વારા અગાઉ રદ કરાયેલી ભરતીના સ્થાને જુનિયર આસિસ્ટન્ટની 2087 જગ્યાઓ ભરવા જાહેરાત બહાર પડાઈ છે. વીજ કંપનીઓની ભરતીમાં 10 ટકા ઇડબ્લ્યૂએસ અનામતનો પ્રથમવાર અમલ થઇ રહ્યો છે. ત્યારે પશ્ચિમ ગુજરાત વીજ કંપની (પીજીવીસીએલ) દ્વારા કુલ 881 બેઠકોના 39 ટકા એટલે કે 340 બેઠકો ઇડબ્લ્યૂએસ માટે
 
ગુજરાતઃ ઊર્જા વિભાગ દ્રારા જુનિયર આસિસ્ટન્ટમાં 2087 જગ્યાઓની ભરતી

અટલ સમાચાર, ડેસ્ક

ઊર્જા વિભાગ હસ્તકની ચાર વીજ વિતરણ કંપનીઓ દ્વારા અગાઉ રદ કરાયેલી ભરતીના સ્થાને જુનિયર આસિસ્ટન્ટની 2087 જગ્યાઓ ભરવા જાહેરાત બહાર પડાઈ છે. વીજ કંપનીઓની ભરતીમાં 10 ટકા ઇડબ્લ્યૂએસ અનામતનો પ્રથમવાર અમલ થઇ રહ્યો છે. ત્યારે પશ્ચિમ ગુજરાત વીજ કંપની (પીજીવીસીએલ) દ્વારા કુલ 881 બેઠકોના 39 ટકા એટલે કે 340 બેઠકો ઇડબ્લ્યૂએસ માટે અનામત રાખવામાં આવી છે. જે જનરલ કેટેગરી તેમ જ અનામતની અન્ય તમામ કેટેગરી કરતા વધુ છે.

ઓપન કેટેગરી માટે 220 બેઠકો છે. એસસી કેટેગરી માટે 75, એસટી કેટેગરીમાં 9 અને એસઇબીસી માટે 205 બેઠકો રિઝર્વ રખાઈ છે. આથી માત્ર 10 ટકા અનામતની કેટેગરીમાં આવતા ઉમેદવારોના ફાળે સૌથી વધુ બેઠકો જશે તેવી સ્થિતિ સર્જાઇ છે. ઊર્જા વિભાગ અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો સંપર્ક કર્યો હતો, પરંતુ વિભાગ પાસે કોઇ સ્પષ્ટતા મળી શકી નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

વીજ કંપનીઓની પેરેન્ટ કંપની જીયુવીએનએલના જનરલ મેનેજર એચઆર નિલેશ મુન્શીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો. ફિક્સ પગારનો સમયગાળો 5 વર્ષ કરાયો છે. વીજ કંપનીઓની ભરતીમાં અત્યારસુધી જુનિયર આસિ.ની જગ્યામાં ફિક્સ પગારનો સમયગાળો 3 વર્ષનો હતો જે નવી ભરતીમાં વધારીને 5 વર્ષનો કરાયો છે. સાથે ગ્રેજ્યુએશનમાં 55 ટકાની લાયકાત ફરજિયાત બનાવાઇ છે. વય મર્યાદા ઘટી, 35ને બદલે 30 જ વર્ષ સરકારના વિભાગોની ભરતીમાં અને વીજ કંપનીઓની ભરતીમાં વય મર્યાદાનો પણ વિરોધાભાસ જોવા મળ્યો છે.

આ કંપનીઓમાં આટલી જગ્યા ભરવામાં આવશે

પીજીવીસીએલ-881
ડીજીવીસીએલ-482
યુજીવીસીએલ-478
એમજીવીસીએલ-246