રીપોર્ટ@ગુજરાત: કોરોનાનો કહેર યથાવત, 1 મહિનામાં 1743 પોઝિટિવ, 63ના મોત
અટલ સમાચાર,ડેસ્ક
ગુજરાતમાં 1 મહિનાની અંદર 1743 પર પહોંચ્યો છે અને મોતનો આંકડો 63 થયો છે. અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બન્યુ છે અમદાવાદમાં કોરોનાના 1101 કેસ નોંધાયા છે જ્યારે 32 લોકોના મોત થયા છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના આજના કોરોના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા વધુમાં કહ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1748 કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, હાલ 1632 લોકો સ્ટેબલ છે તો 14 લોકો વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં 105 લોકોને ઘરે મોકલવામાં આવ્યા છે. 24 કલાકમાં 3013 ટેસ્ટ કરાયા છે. કુલ 29014 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં પહેલો કેસ 19 માર્ચે નોંધાયો હતો અને 18 એપ્રિલ સુધીમાં 1272 કેસ નોંધાઇ ચૂક્યા છે. અમદાવાદમાં ગોમતીપુર, વેજલપુર, રામદેવનગર, દાણીલીમડા, ખાનપુર, દરિયપુર, ખાડીયા, જુના વાડજમાં નવા કેસ અને જમાલપુર, અસારવા, કાંકરિયા, બહેરામપુર, બોડકદેવમાં નવા કેસ નોંધાયા છે. સાથે વડોદરામાં નાગરવાડા, ફતેપુરા, કારેલીબાગ, ન્યૂસમા રોડ નોંધાઇ ચૂક્યા છે. વડોદરા અને સુરતમાં 13-13 કેસ નોંધાઇ ચૂક્યા છે. જ્યારે રાજકોટ અને ભાવનગરમાં 2-2 કેસ, આણંદ, ભરૂચ અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયા છે. અને કુલ 7 લોકો વેન્ટિલેટર પર છે.
આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે
| જિલ્લા | પોઝિટિવ કેસ | સાજા થયા | મૃત્યુ |
| Ahmedabad | 1101 | 29 | 32 |
| Amreli | 0 | 0 | 0 |
| Anand | 28 | 3 | 2 |
| Aravalli | 1 | 0 | 1 |
| Banaskantha | 10 | 1 | 0 |
| Bharuch | 23 | 2 | 1 |
| Bhavnagar | 32 | 15 | 4 |
| Botad | 5 | 0 | 1 |
| Chhota Udaipur | 7 | 1 | 0 |
| Dahod | 3 | 0 | 0 |
| Dang | 0 | 0 | 0 |
| Devbhoomi Dwarka | 0 | 0 | 0 |
| Gandhinagar | 17 | 10 | 2 |
| Gir Somnath | 2 | 1 | 0 |
| Jamnagar | 1 | 0 | 1 |
| Junagadh | 0 | 0 | 0 |
| Kutch | 4 | 0 | 1 |
| Kheda | 2 | 0 | 0 |
| Mahisagar | 2 | 0 | 0 |
| Mehsana | 5 | 0 | 0 |
| Morbi | 1 | 0 | 0 |
| Narmada | 12 | 0 | 0 |
| Navsari | 0 | 0 | 0 |
| Panchmahal | 9 | 0 | 2 |
| Patan | 15 | 11 | 1 |
| Porbandar | 3 | 3 | 0 |
| Rajkot | 36 | 9 | 0 |
| Sabarkantha | 2 | 1 | 0 |
| Surat | 242 | 11 | 8 |
| Surendranagar | 0 | 0 | 0 |
| Tapi | 0 | 0 | 0 |
| Vadodara | 180 | 8 | 7 |
| Valsad | 0 | 0 | 0 |
| TOTAL | 1743 | 105 | 63 |

