રીપોર્ટ@ગુજરાત: કોરોના વાયરસના કુલ પોઝિટીવ કેસ 69, મૃત્યુઆંક 6

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 69 થઇ ગઇ છે. ભાવનગરમાં એક વ્યક્તિનું મોત નીપજતા રાજ્યમાં અત્યાર સધીમાં કુલ 6 વ્યક્તિનાં મોત નીપજ્યા છે. રાજ્યમાં સૌથી વધુ 23 કેસ અમદાવાદમાં છે. આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર દ્રારા કામ સિવાય લોકોને ઘરની બહાર નહિ નિકળવા અપીલ કરવામાં આવી રહી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
રીપોર્ટ@ગુજરાત: કોરોના વાયરસના કુલ પોઝિટીવ કેસ 69, મૃત્યુઆંક 6

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 69 થઇ ગઇ છે. ભાવનગરમાં એક વ્યક્તિનું મોત નીપજતા રાજ્યમાં અત્યાર સધીમાં કુલ 6 વ્યક્તિનાં મોત નીપજ્યા છે. રાજ્યમાં સૌથી વધુ 23 કેસ અમદાવાદમાં છે. આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર દ્રારા કામ સિવાય લોકોને ઘરની બહાર નહિ નિકળવા અપીલ કરવામાં આવી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું કે, અમદાવાદમાં એક 36 વર્ષનાં પુરુષ અમેરિકા ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે, જ્યારે ભાવનગરમાં તમામ દર્દી લોકલ ટ્રાન્સમિશનનાં કારણે ચેપગ્રસ્ત થયા છે. કુલ 69 દર્દીઓમાંથી બે દર્દીઓ સાજા થઇ ગયા હોવાને કારણે રજા અપાઇ છે. જ્યારે 59 દર્દીઓની સ્થિતિ સ્થાયી છે. બે દર્દીઓ વેન્ટિલેટર પર છે. 69 દર્દીઓમાં વિદેશ ટ્રાવેલ 32 લોકો, 4 આંતરરાજ્યમાંથી આવ્યા હતા. 33 લોકો લોકલ સંક્રમણના છે. પોઝિટિવ કેસના 3થી 5 કિમિ તમામ વિસ્તારમાં ટેસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ભાવનગરમાં જે મહિલાનું મોત નીપજ્યું છે તેમને મગજની બીમારી હતી.

જયંતિ રવિએ જણાવ્યું કે, રાજય સરકારની હેલ્પલાઇન નાંબર -104 ઉપર પર વ્યક્તિઓ મદદ માંગી રહ્યા છે. આ સાથે માહીતી પણ મેળવી રહ્યાં છે. અત્યાર સુધી આ હેલ્પલાઇન પર 24 હજારથી વધુ કોલ આવ્યાં છે. આવા વ્ચક્તિઓ પોતાના સ્વાસ્થ્યય અંગેની જાણકારી પુરી પાડે છે અને જે પૈી 450 વ્યક્તિઓને સારવાર આપવામાં આવી રહી છે.