ફટકો@ખેડૂતોઃ ઉ.ગુજરાતમાં નુકશાનની શરૂઆત, કૃષિપાકો ભારે સંકટમાં

અટલ સમાચાર, ઉત્તર ગુજરાત ટીમ ઉત્તર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાની ગુગલી બેટીંગ સામે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. અગાઉના વરસાદથી ખેતી પાકોને પુરતા પ્રમાણમાં પાણી મળ્યા બાદ હાલનો વરસાદ નુકશાની ઉભી કરી રહ્યો છે. હજુ આગામી ત્રણથી ચાર દિવસો સુધી વરસાદી હેલી રહેવાની સંભાવના જોતા ધાન્ય પાકો ભારે સંકટની સ્થિતિ વચ્ચે આવ્યા છે. પંથકના મોટાભાગના
 
ફટકો@ખેડૂતોઃ ઉ.ગુજરાતમાં નુકશાનની શરૂઆત, કૃષિપાકો ભારે સંકટમાં

અટલ સમાચાર, ઉત્તર ગુજરાત ટીમ

ઉત્તર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાની ગુગલી બેટીંગ સામે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. અગાઉના વરસાદથી ખેતી પાકોને પુરતા પ્રમાણમાં પાણી મળ્યા બાદ હાલનો વરસાદ નુકશાની ઉભી કરી રહ્યો છે. હજુ આગામી ત્રણથી ચાર દિવસો સુધી વરસાદી હેલી રહેવાની સંભાવના જોતા ધાન્ય પાકો ભારે સંકટની સ્થિતિ વચ્ચે આવ્યા છે. પંથકના મોટાભાગના ખેડૂતોને ખરીફ સિઝન નિષ્ફળ જવાની સ્થિતિ બની છે. આનાથી ફરી એકવાર ગત વર્ષની જેમ પાકવિમાનો પ્રશ્ન સામે આવશે.

Video : 

ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કૃષિપાકો અસ્તિત્વ ટકાવી રાખવા મથી રહ્યા છે. ખરીફ સીઝનના અંતિમ સમયમાં અતિ વરસાદ બાજરી, જુવાર, કપાસ અને કઠોળ પાકો બગાડ થવાની તેમજ ધોવાઈ જવાની પ્રબળ સંભાવના છે.

ફટકો@ખેડૂતોઃ ઉ.ગુજરાતમાં નુકશાનની શરૂઆત, કૃષિપાકો ભારે સંકટમાં

ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સરેરાશ 50 ટકા તાલુકામાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ થઈ ચુક્યો છે. આગામી દિવસોએ પણ વરસાદની આગાહી હોવાથી ખેડૂતો પોતાની નજર સમક્ષ પાક સંકટની વચ્ચે મુંઝવણમાં મુકાયા છે.

ફટકો@ખેડૂતોઃ ઉ.ગુજરાતમાં નુકશાનની શરૂઆત, કૃષિપાકો ભારે સંકટમાં

ઉત્તર ગુજરાતમાં લીલા દુષ્કાળની સ્થિતિ વચ્ચે બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકામાં મગફળી અને એરંડાના પાકને ભારે નુકશાન થયુ છે. ભારે વરસાદથી ખેડૂતોને મોઢે આવેલો કોળીયો છીનવાયો હોય તેવો ઘાટ સર્જાયો છે. ગુજરાતમાં ટૂકાગાળાના પાક કાપણીના સ્ટેજ પર હોવાથી આ પાકોમાં 10થી 15 ટકા નુકશાનીના અહેવાલ છે. સતત વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાય ગયા છે, જેને પગલે ઊભો પાક બળી જવાની ભીતિ જોવા મળી રહી છે.

ફટકો@ખેડૂતોઃ ઉ.ગુજરાતમાં નુકશાનની શરૂઆત, કૃષિપાકો ભારે સંકટમાં

બનાસકાંઠામાં 10 ટકા નુકશાનીઃ ખેતીવાડી અધિકારી

બનાસકાંઠામાં કૃષિપાકોની સ્થિતિ અંગે પૂછતાં બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે, સરેરાશ સ્થિતિ સારી છે. જોકે, વધુ વરસાદથી થરાદ, વાવ અને સુઈગામ પંથક સહિતના તાલુકાઓમાં 10 ટકા કૃષિપાકોને નુકશાન છે. આથી સંબંધિત ખેડૂતોએ વિમા કંપનીઓનો સંપર્ક કરી દાવો માંડવાનો થાય. જોકે, સવાલ એ છે કે, અગાઉ પણ અનેક ખેડૂતોના પાકવિમા અધ્ધરતાલ હોઈ આ વખતે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની છે.