સ્પેશ્યલ@ગુજરાત: ટ્રમ્પના કાર્યક્રમમાં 2200 બસ, રોજીંદા મુસાફરોને હાલાકી

અટલ સમાચાર,ડેસ્ક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઇને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે લોકોને લઇ જવા અને મુકવા માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં લોકોને લાવવા માટે ST બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. GPS સિસ્ટમથી સજ્જ 2200 ST બસ કાર્યક્રમમાં મુકાશે. જોકે 2200 ST બસ મુકાતા દરરોજ અપડાઉન કરતા
 
સ્પેશ્યલ@ગુજરાત: ટ્રમ્પના કાર્યક્રમમાં 2200 બસ, રોજીંદા મુસાફરોને હાલાકી

અટલ સમાચાર,ડેસ્ક

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઇને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે લોકોને લઇ જવા અને મુકવા માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં લોકોને લાવવા માટે ST બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. GPS સિસ્ટમથી સજ્જ 2200 ST બસ કાર્યક્રમમાં મુકાશે. જોકે 2200 ST બસ મુકાતા દરરોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્પેશ્યલ@ગુજરાત: ટ્રમ્પના કાર્યક્રમમાં 2200 બસ, રોજીંદા મુસાફરોને હાલાકી

‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં મોટેરા સ્ટેડિયમને દર્શકોથી ભરવા માટે એસ ટી નિગમની નવી સીરીઝની 2200 બસો દોડાવવામાં આવશે. દરેક વિભાગમાં અને મધ્યસ્થ કચેરી ખાતે ખાસ કંન્ટ્રોલ રૂમ ઉભા કરાશે. સમગ્ર એસ ટી બસોનું જીપીએસ સિસ્ટમથી મોનીટરીંગ કરવામા આવશે. આ ઉપરાંત એસ ટી બસ સુપ્રત કર્યા બદલની અને વાહન રીલીવ કર્યા બાદ રૂટ સુપરવાઇઝરની સહી લેવાની રહેશે.

સ્પેશ્યલ@ગુજરાત: ટ્રમ્પના કાર્યક્રમમાં 2200 બસ, રોજીંદા મુસાફરોને હાલાકી

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તારીખ 24મીને સોમવારે બપોરે 3-4 કલાક માટે અમદાવાદના મહેમાન બનવાના છે. જેમાં એક લાખ દર્શકોની ક્ષમતાવાળા મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનારા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં દર્શકોને લાવવા અને લઇ જવા માટે એસ ટી નિગમની નવી સિરીઝની 2200 બસોને કોન્ટ્રાક્ટરના ધોરણે દોડાવવામાં આવનાર છે. આ ઉપરાંત તેના માટે રાઉન્ડ ધ ક્લોક ચાલતા દરેક વિભાગના કંન્ટ્રોલ રૂમો મધ્યસ્થ કચેરીના કન્ટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં રહેશે.