દુ:ખદ@સુરત: ગણેશ ચતુર્થીએ પ્રતિમા લાવતા ટેમ્પોમાંથી પટકાયેલા યુવકનું ગણેશ વિસર્જનના દિવસે જ મોત

 
Surat Civil Hospital

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના પાંડેસરામાં ગણેશ ચતુર્થીના દિવસે દેવાધિદેવ ગણપતિ બાપ્પાની પ્રતિમા લઈને આવતી વખતે ઇલેક્ટ્રિક વાયરને અડી જતા આઇસર ટેમ્પામાંથી નીચે પટકાયેલા યુવકનું 10 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું હતું. યુવકના લગ્નને હજી 6 વર્ષ જ થયા હતા. 5 વર્ષની દીકરી છે. પિતાના મોતથી દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.

મૃતકના મોટાભાઈ બંટીએ કહ્યું કે, ઘટના 17 મીના રોજ બની હતી. ટીન્કુ જાતક કાશીનગરના ગણેશ મંડળના ગણપતિ લઈને પરત ફરી રહ્યો હતો. ત્યારે ઘર નજીક આઇસર ટેમ્પા ઉપરથી પસાર થતા ઇલેક્ટ્રિક વાયરને અડી જતા ટીન્કુ ટેમ્પા પરથી નીચે પટકાયો હતો. માથામાં ગંભીર ઇજા થતાં તેને તાત્કાલિક સારવાર માટે સિવિલમાં દાખલ કરાયો હતો. જેનું આજે વિસર્જનના રોજ મૃત્યુ થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

ટીન્કુ બીજા 3 ભાઈ અને માતા-પિતા સાથે રહેતો હતો. મૂળ યુપીનો રહેવાસી ટીન્કુ વેલ્ડીંગ કામ કરી આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ટીન્કુના લગ્નને 6 વર્ષ થઈ ગયા છે. 5 વર્ષની દીકરી છે. પત્ની અને દીકરી આ દુઃખદ સમાચાર સાંભળ્યા બાદ પરિવાર સાથે આઘાતમાં સરી ગયા છે.