દુ:ખદ@વડોદરા: વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમારનું નિધન, વૈષ્ણવ સમાજમાં ભારે શોકની લાગણી

 
Vadodara

અટલ સમાચાર, ડેસ્ક

વૈષ્ણવ સંપ્રદાય તૃતીયા પિઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય વ્રજેશ કુમારજીએ આજે અંતિમ શ્વાસ લીધા છે. આ સમાચાર બાદ વૈષ્ણવ સંપ્રદાયમાં ભારે શોક વ્યાપી ગયો છે. વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમાર મહારાજનું આજે સવારે 11.45 કલાકે નિધન થયુ છે. તેઓ છેલ્લા થોડા દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા.

વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમારની નાદુરસ્ત તબિયતને કારણે વૈષ્ણવોને યમુનાષ્ટક પાઠ કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી. પરમ પૂજ્ય ગોસ્વામી તૃતીય પિઠાધીશ્વર કાંકરોલી નરેશ વૃજેશકુમાર મહોદય ચાર વેદ, સંસ્કુત વ્યાકરણ સહિત પુષ્ટિમાર્ગમાં અત્યંત વિદ્વાન તરીકે જાણીતા હતા.

વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમારે કાંકરોલી પુષ્ટિમાર્ગ માટે ચારસો જેટલા સ્ત્રોતની રચના કરી છે. તેઓ રાજસ્થાની મ્યુરલ પેઈન્ટીંગના નિષ્ણાત છે. હાલમાં તેમના તાબા હેઠળ રાજ્સ્થાન સ્થિત કાંકરોલી મંદિર ઉપરાંત મથુરા , ગોકુળ , જતીપુરા , અદાવાદના રાયપુરનું , આંણદનું તેમજ વડોદરા ખાતે આવેલ બેઠક મંદિર અને સુખધામ હવેલી સહિતના 132 જેટલાં મંદિર તેમના તાબા હેઠળ છે.