હડકંપ@ગુજરાત: છેક દિલ્હી NCBની ટીમે અમદાવાદમાં દવાઓની કંપનીમાં પાડ્યા દરોડા, જાણો પછી શું થયું ?

 
Delhi NCB

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં દિલ્હીની સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સની ટીમના દરોડા પડ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે નયસીલી દવા બનાવતી ત્રણ કંપનીઓ અને હોલસેલરો પર દિલ્હીની સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સની ટીમના અધિકારીઓએ અચાનક દરોડા પાડ્યા છે. NCBની ટીમે ત્રણ કંપનીઓ પર દરોડા પાડ્યા છે. આ કંપનીઓ નામ પાર્કોટીક હેલ્થ કેર, કોપીડ હેલ્થસ્યુટીકલ્સ અને નૈમિદ હેલ્થસ્યુટીકલ્સ છે.

 

Devgadh Baria
જાહેરાત

ઉલ્લેખનીય છે કે દરોડા દરમ્યાન અંદાજીત નશીલી દવાઓના 194 બોક્સ જપ્ત કર્યા છે. આ નશીલી દવાઓની બજારની કિંમત અંદાજીત પાંચ કરોડથી પણ વધુ ગણવામાં આવી રહી છે. દરોડા બાદ વધુ માહિતી સામે આવે તેવી અટકળો પણ લગાવવામાં આવી છે.