ચીમકી@વિજાપુર: વસાઈને તાલુકો બનાવવા ગ્રામજનોની માંગ, નહિ તો ચૂંટણીનો બહિષ્કાર

 
Vijapur

અટલ સમાચાર, ડેસ્ક

મહેસાણા જિલ્લામાં વસાઈને તાલુકો નહીં બનાવાય તો ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વસાઈ ગ્રામજનોએ ગ્રામસભા બોલાવી ઠરાવ કર્યો હતો. આ ઠરાવ મુજબ ગોઝારીયા, કુકરવાડા, લાંઘણજ બાદ હવે વસાઈને પણ તાલુકો બનાવવા માંગ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, વસાઇ પોલીસ સ્ટેશનમાં 23 ગામ તેમજ પોસ્ટ ઓફિસમાં 5થી 6 ગામનો સમાવેશ છે. 

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં વસાઈ સૌથી મોટું તેમજ 20 હજારથી વધુ વસ્તીમાં 13 હજાર મતદાતા ધરાવતું ગામ છે. મહેસાણા જિલ્લામાં નવો તાલુકો બનાવવા હોડ લાગી છે. મહેસાણામાં ગોઝારીયા અને કુકરવાડા બાદ હવે વસાઈને તાલુકો બનાવવાની માગ ઉઠી છે. વસાઇને તાલુકો બનાવવાનું કારણ આપતા અગાઉ ગ્રામજનોએ કહ્યું હતું કે, ભુગોળ સ્થિતિ જોતા વસાઈમાં પોલીસ સ્ટેશન તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દવાખાનું છે તેમજ વસાઇ બંને હાઇવેને જોડતું ગામ છે.