રજૂઆત@ગુજરાત: GTU કુલપતને પત્ર લખી ડિપ્લોમાથી ડિગ્રીમાં પ્રવેશ પરીક્ષાનો અભ્યાસક્રમ રિવાઇઝ કરવા માંગ
અટલ સમાચાર,ડેસ્ક
ડિપ્લોમા સેલ્ફ ફાઇનાન્સ એસોસિએશને GTUના કુલપતિને આવેદનપત્ર પાઠવ્યું છે. ચાલુ વર્ષ માટે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં પ્રવેશ પરીક્ષાના અભ્યાસક્રમને બદલવા ખાસ માંગ કરવામાં આવી છે. 200 માર્કસની પ્રવેશ પરીક્ષામાં 50 માર્ક્સ કેમેસ્ટ્રીના હોવાથી અભ્યાસક્રમ રિવાઇઝ કરવા માંગણી કરાઇ છે. કોમ્પ્યુટર, આઈ.ટી., ઓટોમોબાઈલ, મિકેનિકલ અને ઈ.સી ડિપ્લોમા વિદ્યાર્થીઓ અભ્યાસક્રમમાં કેમેસ્ટ્રી ભણ્યા ન હોવાનો ઉલ્લેખ પણ આ આવેદનમાં કરવામાં આવ્યો છે. અગાઉ રાજ્ય સરકારને પણ રજૂઆત કરવામાં આવી હતી. સરકાર દ્વારા ડિપ્લોમા ટુ ડિગ્રીમાં પ્રવેશ પરીક્ષાની જાહેરાત કરાઈ છે.પરંતુ કોમ્પ્યુટર, IT, ઓટોમોબાઇલ મિકેનિકલ જેવા કોર્સના વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષામાં અન્યાય થવાની ફરિયાદ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.
ડિપ્લોમા સેલ્ફ ફાઇનાન્સ એસોસિએશને ટેકનિકલ એજ્યુકેશનના કમિશનરને આવેદન પત્ર પાઠવીને કોર્સ રિવાઇઝ કરવા રજૂઆત કરી છે. એસોસિએશન ઓફ ગુજરાત એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીકલ ડિપ્લોમા કોલેજના આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં પ્રવેશ પરીક્ષાનો નિર્ણય ત્રણ વર્ષ પછી લેવા માટે અમારા દ્વારા વારંવાર રજૂઆત કરાઈ છે પરંતુ એન્જિનિયરિંગ અને 100 માર્ક મેથ્સ અને સોફ્ટ સ્કેલના છે. બેઝિક સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના 100 માર્ક્સના સિલેબસમાં 50 માર્ક કેમેસ્ટ્રીના અને 50 માર્ક્સ ફિઝિક્સના છે.
આ સાથે સીવીએમ ઇલેક્ટ્રિકલ પાવર ઇલેક્ટ્રોનિક્સ બાયોમેડિકલ જેવી બ્રાન્ચમાં ડિપ્લોમા કોર્સ જેમાં કેમેસ્ટ્રી વિષય ભણાવાય છે પરંતુ કોમ્પ્યુટર અને આઇટી ઓટોમોબાઇલ મિકેનિકલ ઈસી જેવી બ્રાન્ચમાં સમગ્ર ડિપ્લોમા કોર્સમાં કેમેસ્ટ્રી ભણાવાયું જ નથી તેથી વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષામાં અન્યાય થાય તેમ છે. ટેકનિકલ એજ્યુકેશનના અધિકારીઓએ ઉતાવળે આ સિલેબસ બનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે જેથી હાલ ડિપ્લોમા ટુ ડિગ્રી પ્રવેશનો સિલેબસ રિવાઇઝ કરવા માટે માંગ ઉઠી છે. જો આવું નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં GTUમાં થનાર કોન્વેકેશનનો બહિષ્કાર કરવામાં આવશે.