દુર્ઘટના@સુરેન્દ્રનગર: દિયોદર-જુનાગઢ ST બસને નડ્યો અકસ્માત, પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત
Updated: Oct 16, 2023, 13:48 IST
અટલ સમાચાર, ડેસ્ક
સુરેન્દ્રનગર-પાટડી રોડ પર અણીદ્રા ગામ પાસે એસટી બસ રસ્તાની બાજુના ખાડામાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. જેમા બસમાં સવાર 40થી વધુ પેસેન્જરોને ઈજા થઈ છે. ઈજાગ્રસ્ત લોકોમાં મોટાભાગના તાલીમ પામેલા રિક્રુટ કરાયેલા પોલીસકર્મીઓ છે. ઈજાગ્રસ્તોને મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા પણ મેડિકલ કોલેજ પહોંચી ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા. ડ્રાઈવરે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે એ પણ માહિતી સામે આવી છે કે, બસમાં ક્ષમતા વગર પેસન્જર ભર્યા હતા. સમગ્ર મામલે પોલીસે પણ તપાસ આદરી છે.