ખળભળાટ@નર્મદા: કોમ્પ્યુટર કૌભાંડમાં નિવૃત ટીડીઓ વિરુદ્ધ ગંભીર રિપોર્ટ છતાં કાર્યવાહી દબાવી રાખી

 
Narmda TDO

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

નર્મદા જિલ્લામાં મિશન મંગલમ યોજનાની ગ્રાન્ટમાં નાંદોદ ટીએલએમ વિરુદ્ધ ઈરાદાપૂર્વક કાર્યવાહી રોકી રાખી હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ વધુ એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. તત્કાલીન ટીડીઓ પણ કોમ્પ્યુટર કૌભાંડમાં જવાબદાર છે અને મનસ્વી વહીવટ કરવા ટેવાયેલા હોવાનો રિપોર્ટ ખુદ નિયામકે કર્યો હતો. ડીઆરડીએના તત્કાલીન નિયામકે સમગ્ર મામલે નાંદોદ ટીડીઓ વિરુદ્ધ જીએલપીસીના એમડીને પત્ર લખ્યો હતો. આટલું જ નહિ કૌભાંડ મામલે સરકારમાં પણ ટીડીઓ વિરુદ્ધ જાણ કરવા કહેવામાં આવ્યું હતું. આવો જાણીએ સમગ્ર અહેવાલ....

Narmada TDO

નર્મદા જિલ્લાના નાંદોદ અને ડેડિયાપાડા તાલુકામાં ગત સમયે મિશન મંગલમ યોજના હેઠળના ગ્રામ સંગઠનનોને વહીવટી ખર્ચ પેટે ગ્રાન્ટ મળી હતી. જેનો ઉપયોગ કોમ્પ્યુટર મશીનરી માટે કોઈપણ સંજોગોમાં કરવાનો નહોતો, આમ છતાં ઈરાદાપૂર્વક રીતે ટીએલએમ જશુએ સરકારને નુકસાન પહોંચાડવાના હેતુથી કોરા ચેક મેળવી બારોબાર કોમ્પ્યુટર પ્રિન્ટર સહિતનો સામાન ખરીદી લીધો હતો. આ ગેરકાયદેસર ખરીદીમાં તત્કાલીન ટીડીઓ એમ.બી વસાવા પણ જવાબદાર હોવાનો રિપોર્ટ જે તે વખતના નિયામકે કર્યો હોવાનું સામે આવ્યું છે. કોમ્પ્યુટર કૌભાંડમાં એમ.બી વસાવા જવાબદાર માત્ર જ નહિ પરંતુ 

વસાવા પોતાના અંગત હિતને ધ્યાને રાખી મનસ્વી રીતે કામગીરી કરતા હોઇ, સરકારી નિતી નિયમોનો છડેચોક ભંગ કરવા પણ ટેવાયેલા હોવાનો લેખિત રિપોર્ટ કર્યો હતો.

કેવી રીતે એમ.બી વસાવાને ગણ્યા જવાબદાર ?

નાંદોદ તાલુકા પંચાયત કચેરી ખાતે ડ્રોઈંગ અને ડિસબરસિગ અધિકારી તરીકે એમ.બી વસાવાની દેખરેખ હેઠળ તમામ પ્રકારના નાણાંકીય વ્યવહારો કરવામાં આવતા હોય. જેથી સદર પ્રકરણમાં કંટ્રોલિંગ ઓફિસર તરીકેની અંગત જવાબદારીમાંથી એમ.વી વસાવા છટકી શકતાં નથી કે મુક્ત થઈ શકતા નથી. આમ સદર પ્રકરણ જોતાં એમ.બી.વસાવા નિવૃત આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી તરીકે હાથ નીચેના કર્મચારીઓ ઉપર જવાબદારી ઢોળી ખરીદી અંગેની બાબતમાં પોતાના હાથ ઊંચા કરી દીધા હોય તેવું ચિત્ર ઉપજાવી કાઢેલ હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. કારણ કે, રૂપિયા 22.50 લાખની માતબર રકમની ખરીદી એ કોઈ એકલા કરાર આધારીત કર્મચારી કરી શકે નહી કે તેની હીંમત ચાલી શકે નહી. આમ એમ.બી.વસાવા નિવૃત આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી તેઓની ડ્રોઇંગ- ડિસબરસિંગ અધિકારી તરીકેની અંગત જવાબદારીથી બીલકુલ બંધાયેલા છે.

Jaherat
જાહેરાત

શું લખ્યું છે ગંભીર રિપોર્ટમાં ?

નર્મદા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પત્ર ક્રમાંક જી.ગ્રા.વી.એ/મી.મ/વશી/8991/2021 ને તારીખ 24/6/2021 ના પત્રમાં જણાવ્યું છે કે, સમગ્ર હકીકત ધ્યાને લેતાં એમ.બી.વસાવા નિવૃત આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી તાલુકો-નાંદોદ જી-નર્મદા દ્વારા સરકારની વિવિધ સ્કીમો અંતર્ગત કરવાની થતી કામગીરીના નીતી નિયમો તથા સ્થાયી સુચનાઓને નેવે મૂકી ઘોળીને પી જઈ તેઓની મરજી મુજબ વહીવટ કરવા ટેવાયેલા હોવાનું જણાઈ આવેલ છે. તથા સરકારના હીતને નેવે મૂકી તેઓના અંગત હીતને ધ્યાને રાખી મનસ્વી રીતે કામગીરી કરતાં હોવાનું જણાયેલ છે. આમ કરીને તેઓ દ્વારા સરકારશ્રીને કુલ રૂપીયા 22.50 લાખનું નાણાંકીય નુકશાન કરવામાં આવેલ છે. એમ.બી.વસાવા નિવૃત આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી દ્વારા સરકારી નીતી નિયમોનો વારંવાર છડેચોક ભંગ કરવા ટેવાયેલા છે. તેમજ સરકારની સ્થાયી સૂચના તથા જીલ્લા કક્ષાથી અપાતી કોઈપણ સૂચનાનું તેઓ દ્વારા પાલન ના કરાતું હોવાનું જણાઈ આવેલ છે. સબબ ઉક્ત તમામ હકીકતો નિગાહે લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરવા સરકારમાં લખાઈ જવા વિનંતી છે.