ગંભીર@ફતેપુરા: આ ગામમાં ભ્રષ્ટાચારની હદ વગરની ફરિયાદો છતાં કાર્યવાહી નહિવત્, કારણ જાણીને ચોંકી જશો

 
Dahod Fatepura

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

ફતેપુરા તાલુકાના એક ગામમાં તમે કલ્પના પણ ના કરી હોય એટલી ભ્રષ્ટાચારની ફરિયાદો તંત્ર સુધી પહોંચી છે. તપાસ, મુલાકાતો અને કાગળોની આપ-લે થાય પરંતુ કાર્યવાહીની શક્યતા નહિવત્ છે. ભ્રષ્ટાચારની ફરિયાદોમાં આક્ષેપો કરતાં અરજદારે પુરાવા પણ રજૂ કર્યા અને મામલો છેક ગાંધીનગર સુધી પહોંચ્યો છતાં જવાબદારો જડતાં નથી. કેટલાક કિસ્સામાં તો ભ્રષ્ટાચાર, બેદરકારી સાબિત પણ થવા આવી છતાં કાર્યવાહી શોધવી પડે તેમ છે. હવે તમને એવું લાગતું હશે કે કેમ, આવી પરિસ્થિતિ હોઈ શકે? હકીકતમાં આ ગામ દિગ્ગજ અને કદાવર નેતાજીનું ગામ છે, વળી પાછું તાલુકો પણ વધુ એક નેતાજીનો હોવાથી મામલો રસપ્રદ અને ચોંકાવનારો છે. આટલું ઓછું હોય તેમ અધિકારીઓની માનસિકતા જાણશો તો દંગ રહી જશો. સમજીએ આ સ્પેશિયલ રિપોર્ટમાં..

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામમાં ઓહોહોહો.... ભ્રષ્ટાચારની ફરિયાદોનું જાણે વાવાઝોડું આવેલું છે. પીએમ આવાસ, મનરેગા, નાણાંપંચ, એમપી-એમએલએ ગ્રાન્ટમા હદ વગરનો ભ્રષ્ટાચાર થયો હોવાથી ઢગલાબંધ ફરિયાદો તાલુકા અને જિલ્લા તંત્રમાં આવેલી છે. આટલુ જ નહિ, ગામનાં જ અરજદારે છેક ગાંધીનગર વીજીલન્સ સુધી લેખિતમાં ફરિયાદ કરી તપાસ બાદ કાર્યવાહીની માંગ કરી છે. હજુ પણ ચોંકી જશો કે, ઢગલાબંધ ફરિયાદો કેમ અને તપાસમાં શું આવ્યું? કેટલાક કિસ્સામાં તપાસ બાદ કાર્યવાહીની વાત આવી તો એકાદ કરારી કર્મચારીને સસ્પેન્ડ કરી મામલો ઠંડો પાડી દીધો. અન્ય ફરિયાદોમાં તપાસ ચાલુ હોવાનું રટણ રહે પરંતુ તપાસ પૂર્ણ થતી નથી, જ્યારે કેટલાક કિસ્સામાં જવાબદારી જ ફિક્સ થતી નથી. હવે આવું કેમ એ પણ સમજશો તો વધારે ચોંકી જશો. હકીકતમાં આ સાગડાપાડા ગામ મોટા ગજાના નેતાજી સાથે સંબંધ ધરાવે છે. ધારાસભ્યના સમર્થકો પણ મોટી સંખ્યામાં આ ગામમાં હોવાથી ગામનો દબદબો પણ છે. આવી સ્થિતિમાં તપાસ તંત્ર પણ ફરિયાદોમાં ફુંકી ફુંકુને આગળ વધી રહ્યું તે પણ શક્ય છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સાગડાપાડા ગામમાં મનરેગા, જાહેર શૌચાલય, રસ્તા અને પીએમ આવાસમાં કરોડોનો ભ્રષ્ટાચાર હોવાની બૂમરાણ છે. જોકે ગ્રામ પંચાયતમાં વર્ષોથી નેતાજીના પરિવારનો દબદબો હોવાથી ભ્રષ્ટાચાર પણ સાબિત થતાં કદાચ ડરી રહ્યો હોવાનું ફરિયાદી જણાવ્યું હતુ. ફરીયાદી અરજદારના દાવા મુજબ જો એકસાથે નાણાંપંચ, મનરેગા અને અન્ય યોજનાનાં અધિકારીઓ છેલ્લા 5 વર્ષના કામો તપાસવા ગામમાં ઉતરી જાય તો એક જ દિવસમાં ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ થઈ શકે તેવું જણાવતાં હડકંપ મચી ગયો છે.

• અધિકારીનો ફોન આવે, આ મેટરમા કંઈ રસ્તો નીકળશે 

ફતેપુરા તાલુકાના આ ગામનો દબદબો તમે વિચારી શકો તેનાથી પણ વધારે હોઈ શકે. ભ્રષ્ટાચારની અઢળક ફરિયાદો વચ્ચે વધુ એક રસ્તા કૌભાંડની ફરિયાદ થતાં પંચાયત તંત્ર પણ ચોંકી ઉઠ્યું હશે. કેમ કે, જેવી રસ્તા બાબતની ફરિયાદ થઇ અને મિડિયા રીપોર્ટ આવ્યા કે તુરંત તાલુકા પંચાયતના અધિકારીનો ફોન આવ્યો, આ મેટરમા કોઈ રસ્તો નિકળતો હોય તો જુઓ, વળી પાછાં કહે કે, તે ભાઇને પણ લેતાં આવો. આ અધિકારી સદર વિષયે સરકારનાં હિતમાં રસ્તા કૌભાંડની તપાસ કરવાને બદલે હવે કયો રસ્તા કાઢવા માંગતા હશે ? પંચાયતના અધિકારીની આવી માનસિકતાથી હવે વિચારી શકો કે, ગામનો દબદબો કંઈ ઓછો હશે ?