કાર્યવાહી@ખેડા: ઠાસરામાં શિવજીની યાત્રા પર હુમલો કરનારા 6 પથ્થરબાજો સહિત 15ની અટકાયત
અટલ સમાચાર, ડેસ્ક
ખેડામાં શ્રાવણ માસના છેલ્લા દિવસે શિવજીની યાત્રા પર પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં પોલીસે 6 પથ્થરબાજોની ધરપકડ કરી છે. શિવજીની યાત્રા પર પથ્થરમારા બાદ પોલીસે વિવિધ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું અને સમગ્ર ઠાસરા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસે આ પહેલા 15 લોકોની અટકાયત કરી હતી.
ઠાસરામાં શિવયાત્રામાં પથ્થમારા પછી વિસ્તારમાં પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે ફ્લેગમાર્ચ કાઢી હતી. આ સિવાય પોલીસે પેટ્રોલિંગ પણ વધારી દીધી છે. આ ઘટનામાં ત્રણ પોલીસ કર્મી સહિત છ લોકો ઘાયલ થયા હતા જેમણે સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે કે ઉપદ્રવીઓને પથ્થરમારા માટે કોને ઉકસાવ્યા હતા? પથ્થર ક્યાંથી આવ્યા? શું આ ઘટનાની પહેલાથી તૈયારી કરાઇ હતી? પોલીસ આ બધા સવાલના જવાબ શોધવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, હવે વિસ્તારમાં શાંતિનો માહોલ છે. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોઇ શકાય છે કે એક સમુદાય માટે ધાર્મિક સ્થળ ઉપર ઉભા થઇને પથ્થર ફેકી રહ્યો છે, જે બાદ બન્ને તરફથી પથ્થરમારો શરૂ થઇ જાય છે.