ઘટના@બેટ-દ્વારકાઃ ઘરકંકાસમાં પતિએ પત્નીની ક્રુર હત્યા કરી દાટી દીધી, પંથકમાં અરેરાટી

અટલ સમાચાર, ડેસ્ક દેવભૂમિ દ્વારકા જિલ્લાના છેવાડે આવેલ ઓખા નજીકના બેટ ટાપુ પર મંગળવારે બપોરે 2 વાગ્યા આસપાસ બેટ-દ્વારકાની વારીવાળી ગલીમાં રહેતા સાલેમામદ સિદીક ચમડિયા નામના વ્યક્તિએ પોતાની પત્ની હવાબેનને મોતને ઘાટ ઉતારી તેમના ઘરમાં જ મૃતદેહ દાટી દેવાની ઘટના બનવા પામી છે. પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પતિ ભાગી છુટ્યો છે. જેથી આ ઘટનાને
 
ઘટના@બેટ-દ્વારકાઃ ઘરકંકાસમાં પતિએ પત્નીની ક્રુર હત્યા કરી દાટી દીધી, પંથકમાં અરેરાટી

અટલ સમાચાર, ડેસ્ક

દેવભૂમિ દ્વારકા જિલ્લાના છેવાડે આવેલ ઓખા નજીકના બેટ ટાપુ પર મંગળવારે બપોરે 2 વાગ્યા આસપાસ બેટ-દ્વારકાની વારીવાળી ગલીમાં રહેતા સાલેમામદ સિદીક ચમડિયા નામના વ્યક્તિએ પોતાની પત્ની હવાબેનને મોતને ઘાટ ઉતારી તેમના ઘરમાં જ મૃતદેહ દાટી દેવાની ઘટના બનવા પામી છે. પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પતિ ભાગી છુટ્યો છે. જેથી આ ઘટનાને પગલે નાના એવા બેટમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. અને પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો દોડી હત્યારા પતિને શોધવા કવાયત હાથ ધરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યું હતુ કે, છેલ્લા કેટલાય સમયથી હવાબેન રિસામણે હતા અને ઘરકંકાસમાં જ હવાબેનને તેમના પતિ સાલેમામદ ચમડિયા દ્વારા મોતને ઘાટ ઉતારી દીધાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, આ અંગે હાલ પોલીસ દ્વારા કોઇ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. બેટ દ્વારકામાં બનેલા અતિ ચર્ચાસ્પદ પત્નીને પતિએ મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતાના ઘરમાં જ દાટી દેવાના બનાવને પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે મોડી રાત્રે આ સમગ્ર પ્રકરણને લઇને જ્યાં સુધી ફોરેન્સિક તપાસ ન થાય ત્યાં સુધી ઘટનાસ્થળ આસપાસ સ્થાનિક લોકો અને મીડિયાને પણ આ વિસ્તારથી દુર રખાયા છે.