રાહતઃ દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યો કોરોના મુક્ત, બધા દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા 13 હજારને પાર પહોંચી ગઈ છે. તો અત્યાર સુધી 800થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ વચ્ચે ઘણા જિલ્લા કોરોનાથી મુક્ત થઈ રહ્યાં છે. બોટાદ બાદ હવે દેવભૂમિ દ્વારકા જિલ્લો કોરોનાથી મુક્ત બની ગયો છે. ત્યાં સારવાર લઈ રહેલા તમામ દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા
                                          May 23, 2020, 17:36 IST
                                            
                                        
                                     
 અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા 13 હજારને પાર પહોંચી ગઈ છે. તો અત્યાર સુધી 800થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ વચ્ચે ઘણા જિલ્લા કોરોનાથી મુક્ત થઈ રહ્યાં છે. બોટાદ બાદ હવે દેવભૂમિ દ્વારકા જિલ્લો કોરોનાથી મુક્ત બની ગયો છે. ત્યાં સારવાર લઈ રહેલા તમામ દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
દ્વારકા જિલ્લો બન્યો કોરોના મુક્ત દેવભૂમિ જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 12 કેસ નોંધાયા હતા. તેમાંથી ચાર દર્દીઓને પહેલા ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ શુક્રવારે અન્ય બાકી રહેલા તમામ દર્દીઓ સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આમ હવે દેવભૂમિ દ્વારકા જિલ્લો કોરોના મુક્ત બની ગયો છે.

