હલચલ@દેવગઢબારીયા: સરપંચે પણ સ્વીકાર્યું મનરેગાના કામોની ખરાઇ કરો, ભથવાડામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનાક્રોશ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
મનરેગાના સારા કામો અને ભ્રષ્ટાચારના અનેક સમાચારો જોયા વાંચ્યા હશે પરંતુ દેવગઢબારિયા તાલુકાના આ ગામમાં ખેલાડીઓનો ખેલ જાણી ચોંકી જશો. નાણાંપંચ અને મનરેગાના ઢગલાબંધ કામો કાગળ ઉપર કર્યા પરંતુ જમીન ઉપર હકીકત અલગ છે. સાચાં કામોની ખાત્રી કરવા જીઆરએસથી માંડીને તાલુકાને કહ્યું પરંતુ ભ્રષ્ટાચારીઓનુ દબાણ વધારે છે. આવી સ્થિતિમાં મનરેગાના દરેક કામોની ખરાઇ/ખાત્રી માટે કામનું બોર્ડ લગાવી દેવાય તો ભ્રષ્ટાચારીઓ ખુલા પડે તેમ છે. આ માટે અટલ સમાચાર ડોટ કોમના અભિયાન સાથે હવે ભથવાડાના મહિલા સરપંચ વતી તેમના પતિએ પણ સ્વીકાર્યું કે, બોર્ડ લાગવા જોઈએ. સરપંચ પતિ અમરસિંહે જણાવ્યું કે, બોર્ડ લગાવવા માટે મનરેગાવાળાને કહીશું. ભથવાડામાં મનરેગાનો ભ્રષ્ટાચાર 50લાખથી વધુનો છે અને આગામી વર્ષે પણ કોઈ કચાશ ના રહે તે માટે ભ્રષ્ટાચારીઓ દોડી રહ્યા છે. હવે મહિલા સરપંચના પતિ સાથે ગામલોકો પણ સેટિંગ્સ વાળા કૌભાંડ વિરુદ્ધ હલચલમા આવ્યા છે. જાણીએ કેવો છે સેટિંગ્સ વાળો ભ્રષ્ટાચાર.
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગાના કામો તમારી કલ્પના બહાર થાય છે. ગામલોકો કરતાં જોબકાર્ડ ધારકો વધુ હોય અને ગામનાં ફળિયા કરતાં મનરેગા નાણાંપંચના સીસીરોડ વધારે હોય એવી નોબત છે. આ નોબત શોધવાની શરૂઆત દેવગઢબારિયા તાલુકાના ભથવાડા ગામમાંથી થઈ છે. પહેલાં કેવું હતું કે, ભ્રષ્ટાચારીઓ કોઈ કામ કરે અને તેમાં સિમેન્ટ કે મટીરીયલ ઓછું વાપરી રોકડી કરતાં અને કરાવતાં. હવે દેવગઢબારિયા તાલુકામાં મનરેગાના કામોમાં ભ્રષ્ટાચારીઓએ પધ્ધતિ બદલી દીધી તે જાણીએ પગ તળેથી જમીન સરકી જાય. કોઈપણ ગામમાં મનરેગા સાથે નાણાંપંચ સહિત અનેક યોજનાના કામો થાય એટલે કામોની ઓળખ અને ખરાઇ મુશ્કેલ બની જાય. બસ આ જ સિસ્ટમનો ગેરલાભ ઉઠાવી મનરેગાના ભ્રષ્ટાચારીઓએ ભથવાડામાં કાગળ ઉપર ઢગલાબંધ કામો કર્યા જ્યારે ગામમાં કૌભાંડનું સેટિંગ કર્યું. નીચેના ફકરામાં વાંચો કેવું છે સેટિંગ્સ.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મનરેગાના ભ્રષ્ટાચારીઓએ મોટાભાગે સીસીરોડ અને સ્ટોનબંધ કર્યા છે અને તેમાં એક જ વર્ષમાં કરોડોના કામો કાગળ ઉપર બતાવી ગ્રાન્ટ ખર્ચી નાખી છે. હવે ભથવાડા ગામમાં મનરેગાના કાગળ ઉપર જેટલા કામો છે તેટલા કામો ગામની જમીન ઉપર શોધ્યા જડતાં નથી. આથી મનરેગાના કરોડોના કામોની ખરાઇ માટે કામના સ્થળે સ્થળે બોર્ડ લાગે તો ભાંડો ફૂટે તેમ છે. આ અંગે ભથવાડાના મહિલા સરપંચના પતિ અમરસિંહને પૂછતાં જણાવ્યું કે, મનરેગાના કામના સ્થળે બોર્ડ લાગે એ માટે મનરેગાવાળાને જાણ કરીશું. મનરેગા અને નાણાંપંચના કામો ગામલોકોને બોર્ડ મારફતે ધ્યાને આવવા જોઈએ. હવે આ બોર્ડની વાત આવતાં મનરેગાના ભ્રષ્ટાચારીઓએ મોટો રેલો આવ્યો છે કૌભાંડનો બોમ્બ બ્લાસ્ટ ના થાય તે માટે દોડધામ આદરી છે. જોકે સમગ્ર મામલો મનરેગાના અધિક કમિશ્નર સુધી પહોંચી જતાં તપાસનો ઓર્ડર કરાવવા નાગરિકે કમર કસી છે.