રિપોર્ટ@પાવાગઢ: શ્રીફળ વધેરવાનું મશીન છતાં ભક્તો રસ્તામાં જ ફોડી રહ્યા છે નારિયેળ, જાણ શું છે સમગ્ર મામલો ?

 
Pavagadh

અટલ સમાચાર, ડેસ્ક  

આજથી ચૈત્રી નવરાત્રીનો શુભારંભની સાથે વહેલી સવારથી જ પાવાગઢ યાત્રાધામમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવી રહ્યા છે. પાવાગઢ મંદિરમાં સ્વચ્છતા રહે તે માટે બે દિવસ પહેલાં જ એટલે 20 માર્ચનાં રોજ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતુ કે, હવેથી પાવાગઢમાં છોલ્યા વગરનું જ શ્રીફળ લાવવાનું રહેશે અને તેને મશીમાં જ વધેરવાનું રહેશે. પરંતુ આજ સવારથી રાજ્ય અને રાજ્ય બહારથી આવતા ભક્તો આ નિર્ણયને માની ન રહ્યા હોય તેવું દ્રશ્ય સામે આવી રહ્યું છે.  

Jaherat
જાહેરાત

આ અંગે માઇભક્તોએ જણાવ્યું હતું કે, અમને આ નિર્ણય અંગે કાંઇ ખબર જ નથી. તો કોઇએ કહ્યું કે, તંત્રએ સારી વ્યવસ્થા કરી છે. તેને પાળવી જોઇએ. તેનાથી અહીં રસ્તા પર સ્વચ્છતા જળવાશે. તો કોઇએ કહ્યું કે, અમારી બાધા અહીં આવીને માતાજીનાં દર્શન કરીને શ્રીફળ વધેરવાની હતી. તો અમે અમારી બાધા પુરી કરવા માટે આવ્યા છીએ. તો કોઇએ એવું પણ કહી દીધું કે, અહિં બધા નારિયેળ ફોડે છે તો અમે પણ ફોડી દીધું.

મહત્વનું છે કે, પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયેલા આ નિર્ણય બાદ ભક્તોની સુવિધા માટે માચીમાં એક મશીન મુકવામાં આવ્યું છે. જેમાં મશીનમાં શ્રીફળ મુકતાની સાથે માત્ર બે સેકન્ડમાં જ આખું શ્રીફળ વધેરાઇને પ્રસાદીરૂપે પાછું મળે છે. મંદિરમાં શ્રીફળ પોતે જ માતાજીને ધરાવીને જો ચૂંદડી ચઢાવી હોય તો એ પણ સાથે ઘરે લાવવાની રહેશે.